ઈફકોએ ખાતરમાં કમ્મરતોડ ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતો વધુ કર્જવાન થશે

08 April 2021 01:11 PM
Dhoraji
  • ઈફકોએ ખાતરમાં કમ્મરતોડ ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતો વધુ કર્જવાન થશે

કિસાનોને હવે સંગઠ્ઠીત બની આંદોલન કરવાનો સમય: મણવર

(જગદીશ રાઠોડ દ્વારા)
ઉપલેટા તા.8
પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન બળવંતભાઈ મણવરે રોષ અને આક્રોશની લાગણી સાથે એક નિવેદનમાં જણાવેલ છે કે આજે ખેતીપ્રધાન આપણા દેશનો ખેડૂત બિચારો થઈ ગયો છે. આજે દેશમાં તેનુ કોઈ સાંભળનાર રહ્યું નથી. જણસીના પૂરા ભાવો ન મળે ટેકાના ભાવની ખરીદીમાં મામકાવાદ ચાલે છે.
કોન્ટ્રાકટરો વજનમાં ગોલમાલ કરે, કમીશન લઈ ભ્રષ્ટાચાર કરે, ઉપજ થયેલ જણસીનો કોઈ લેવાલ ન હોય ત્યારે ઘણી વખત તેમની જણસી ઢોરને ખવડાવવી પડે, વિજળી, દવા, ડીઝલ, બિયારણના ઉંચા ભાવો અને હવે ઉપરથી ખાતરનો ભાવવધારો થતા નાના અને સીમાંત ખેડૂતો વધુ કર્જવાન થતા આત્મહત્યા કરે તેવી સ્થિતિનુ અત્યારે નિર્માણ થયુ છે. પહેલા ખાનગી ઉત્પાદકોએ ખાતરના ભાવો વધાર્યા પરંતુ જે તે સમયે ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ હતી એટલે ત્યારે ભાવવધારો દબાવી દેવામાં આવ્યો અને જયાં ચૂંટણી પુરી થઈ એ સાથે દેશની સૌથી મોટી સરકારની ભાગીદારી ધરાવતી ઈફકો કંપનીએ ડીએસી ખાતરની એક બેગના રૂા.1200 થી વધારી રૂા.1900 અને એએસપીમાં 975ના સીથા 1350, એનપીકેના રૂા.1185ના 1800 અને એનપીકોના 1175ના 1775 અને ખેડૂતોને આવા ઉપરાઉપરી ડામથી ખેતી ભાંગી જશે ખેડૂતો કર્જવાન તો છે વધુ કર્જવાન થશે.
અંતમાં બળવંતભાઈ મણવરે જણાવેલ છે કે છેલ્લા કેટલાક મહિનાથી વરસાદ, ટાઢ, તડકો વેઠી દિલ્હીમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે હવે સમગ્ર દેશના ખેડૂતોએ સંગઠ્ઠીત થઈ આંદોલન કરવાનો સમય આવી ગયો છે અને હવે પછીનુ આંદોલન આઝાદીની બીજી લડત સમાન થશે.


Loading...
Advertisement