સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફરી વળ્યું: બેભાન હાલતમાં બે મહિલા સહિત પાંચના મોત

08 April 2021 01:08 PM
Rajkot
  • સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફરી વળ્યું:
 બેભાન હાલતમાં બે મહિલા સહિત પાંચના મોત

મુંજકાના રેશ્માબેન, ગાંધીગ્રામના જયેશભાઈ પરમાર, માંડાડુંગરના લક્ષ્મીબેન ચોટલીયા, યોગીપાર્કના કિશોરભાઈ વાઘેલા અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા રાજુભાઈ રાઠોડે દમ તોડયો: પરિવારમાં અરેરાટી

રાજકોટ તા.8
શહેરની સિવિલ હોસ્પિટલમા કાળચક્ર ફરી વળ્યુ છે. બે મહિલા સહિત પાંચ વ્યકિતએ બેભાન હાલતમાં દમ તોડયો હતો. આ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી. મુંજકાની રામકૃપા સોસાયટીમાં રહેતા રેશ્માબેન રમેશભાઈ બડબે (ઉં.53) નામના મહિલા પોતાના ઘરે બેભાન થઈ જતા તેને સિવિલમાં ખસેડવામા આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં ગાંધીગ્રામ શાસ્ત્રીનગર-8મા રહેતા જયેશભાઈ બેચરભાઈ પરમાર (ઉં.28) નામના યુવાનને રાત્રીના સમયે પોતાના ઘરે શ્ર્વાસ ચડતા અચાનક બેભાન થઈ જતા તેનુ સારવારમાં મોત નીપજયુ હતુ. જયેશભાઈને સંતાનમાં બે દીકરા છે. પોતે એક ભાઈ એક બહેનમા મોટા હતા.


ત્રીજા બનાવમાં આજી ડેમ ચોકડી માંડાડુંગરની માધવ વાટીકામાં રહેતા લક્ષ્મીબેન હસમુખભાઈ ચોટલીયા (ઉં.47) નામના મહિલાને રાત્રીના સમયે ઘરે શ્ર્વાસ ચડતા તેમને સિવિલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ચોથા બનાવમાં મોરબી રોડ સેટેલાઈટ ચોક યોગી પાર્ક શેરી નં.1માં રહેતા કિશોરભાઈ વેલજીભાઈ વાઘેલા (ઉં.55) નામના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન હાલતમાં ઢળી પડતા તેને સિવિલમાં ખસેડવામા આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજુભાઈ ભગવાનજીભાઈ રાઠોડ (ઉં.45) નામના આધેડ પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા તેઓનુ સારવારમાં મોત નીપજયું હતુ.


Related News

Loading...
Advertisement