કોરોના સંક્રમણમાં રાજકોટ જિલ્લો ટોચ પર : વધુ 490 કેસથી હાહાકાર

08 April 2021 01:01 PM
Rajkot
  • કોરોના સંક્રમણમાં રાજકોટ જિલ્લો ટોચ પર : વધુ 490 કેસથી હાહાકાર

સૌરાષ્ટ્ર-કચ્છમાં 936 પોઝીટીવ કેસ સામે 458 દર્દીઓ ડિસ્ચાર્જ : રાજકોટ-જામનગર જિલ્લામાં સંક્રમણ બેકાબુ : જુનાગઢ, અમરેલી, મોરબી જિલ્લામાં કેસોની સંખ્યા વધવા લાગી : રાજકોટ 24, જામનગર 30, મોરબી 8, ભાવનગર 1 દર્દીનું મોત : લોકોમાં ફરી ડરનો માહોલ

રાજકોટ, તા. 8
સૌરાષ્ટ્ર-કચ્છ કોરોના વાયરસની લહેર પ્રસરી વળતા સરકારી-ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓનો વધારા સાથે સંક્રમણ ઝડપભેર પ્રસરી રહ્યું છે. વેકસીન રસીકરણ સાથે એન્ટીજન ટેસ્ટ અને આરટી-પીસીઆર ટેસ્ટ માટે લાંબી કતારો લાગવા માંડી છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં સંક્રમણની પરિસ્થિતિ વણસતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. બીજી તરફ રાત્રી લોકડાઉનના સમયમાં વધારો થતા વેપાર ધંધાને અસર થવા લાગી છે. લોકોમાં કોરોનાનો ડર ફેલાયો છે.


સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક દરમિયાન વધુ નવા 936 પોઝીટીવ કેસ સામે 458 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજયમાં નવા 3575 પોઝીટીવ કેસ સામે 2217 દર્દીઓ સ્વસ્થ થતા રાજયનો રીકવરી રેટ 92.90 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્રભરમાં શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ ફેલાતા અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉનનાં નિર્ણયો લેવામાં આવી રહ્યમા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં 395 શહેર 95 ગ્રામ્ય કુલ 490, જામનગર 96 શહેર 79 ગ્રામ્ય કુલ 175, ભાવનગર 66 શહેર 24 ગ્રામ્ય કુલ 90, જુનાગઢ 21 શહેર રર ગ્રામ્ય કુલ 43, મોરબી 31, અમરેલીર 20, દ્વારકા 14, ગીર સોમના 13, સુરેન્દ્રનગર 11, બોટાદ 9, પોરબંદર 2 અને કચ્છ 38 મળી કુલ 936 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે રાજકોટ 217, જામનગર 84, ભાવનગર 43, જુનાગઢ 17, મોરબી 18, અમરેલી 33, દ્વારકા 8, સુરેન્દ્રનગર 16, બોટાદ 3, કચ્છ 19 સહિત 458 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ 24, જામનગર 30, મોરબી 8, ભાવનગર 1 દર્દીના મોત નોંધાયા છે.


રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ કોરોના સંક્રમણમાં રાજકોટ જિલ્લો ટોચ પર છે છેલ્લા 24 કલાકમાં વધુ 490 પોઝીટીવ કેસ નોંધાયા છે. ગઇકાલે 24 દર્દીઓના મોતથી હાહાકાર મચી ગયો છે. રાજકોટ ખાતેની સિવિલ કોવિડ હોસ્પિટલ અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં બેડ માટે વેઇટીંગ સાથે સ્મશાનોમાં ડેડબોડીની અંતિમવિધિ પણ વેઇટીંગ જોવા મળી રહ્યું છે છેલ્લા 24 કલાકમાં 490 પોઝીટીવ કેસ સામે 217 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ગ્રામ્યનો આંક 7900 નોંધાયો છે. જિલ્લાનો પોઝીટીવ આંક 21 હજાર પહોંચ્યો છે. હાલ 1863 શહેર અને 336 ગ્રામ્ય સહિત 2199 દર્દીઓ સારવાર હેઠળ છે. મનપા દ્વારા હેલ્થ સેન્ટરો અને અનેક સ્થળોએ ટેસ્ટ માટે કેમ્પ કરતા ટેસ્ટ કરાવવા લોકો કતારો લગાવી રહ્યા છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 90 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,433 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 48 પુરૂષ અને 18 સ્ત્રી મળી કુલ 66 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે 1, મહુવા ખાતે 2, મહુવા તાલુકાના બોરડી ગામ ખાતે 1, સિહોર તાલુકાના ભૂતિયા ગામ ખાતે 1, તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના અમલપર ગામ ખાતે 3, ભાવનગર તાલુકાના નિરમા કોલોની ખાતે 1, જેસર તાલુકાના બીલા ગામ ખાતે 1, તળાજા તાલુકાના ખદરપર ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના તરપલા ગામ ખાતે 1, ઘોઘા તાલુકાના તગડી ગામ ખાતે 1, વલ્લભીપુર તાલુકાના તોતણીયાળા ગામ ખાતે 1, મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે 1, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ખાતે 1, ગારીયાધાર ખાતે 1, સિહોર ખાતે 1, ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામ ખાતે 1, ઘોઘા તાલુકાના લાકડીયા ગામ ખાતે 1, તળાજા ખાતે 1, ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે 1 તેમજ ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે 1 કેસ મળી કુલ 24 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.


જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 29 અને તાલુકાઓમાં 12 કેસ મળી કુલ 41 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 7,433 કેસ પૈકી હાલ 628 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 74 દર્દીઓનુ અવસાન થયેલ છે.


વિંછીયા
વિંછીયા તથા તાલુકામાં આજે વધુ 16 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં વિંછીયામાં 9, જનડામાં 1 અને પીપરડી આલાખાચરમાં 6 કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. તમામ દર્દીઓમાં તાવ, શરદી, ઉધરસના લક્ષણો હોય તમામને હોમ કવોરન્ટાઇન કરાયા છે. વિંછીયા તથા તાલુકાના ગામડાઓમાં કોરોના કેસ દિવસે દિવસે વધતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.


ઉના
ઉનામાં કોરોના પોઝીટીવ કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો હોય તેમ છેલ્લા બે દિવસમાં કોરોનાની સંખ્યા હદપાર વટાવી ગયેલ છે. ત્યારે હાલ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્રારા પોઝીટીવ કેઇસના આંકડા આપવામાં આવતા નથી. જોકે જીલ્લા આરોગ્ય વિભાગમાંથીજ કોરોના પોઝીટીવ કેસના આંકડા નહી આપવાની સુચના સ્થાનિક આરોગ્યને જણાવતા પોઝિટીવ કેસની સંખ્યા મળતી નથી. ઉનામાં ચોવીસ કલાકમાં 50 થી વધુ કોરોના પોઝીટીવ કેઇસ સામે આવેલ હોય પરંતુ તંત્ર દ્વારા કોરોનાના 50 પોઝીટીવ કેઇસ હોવાની સત્તાવાર જાહેર કરવામાં આવેલ નથી. જોકે શહેરમાં કોરોનાનો બોમ્બ ફુટ્યો હોય તેમ અત્યાર સુધી સૈથી વધુ કેઇસોનો આંકડો સામે આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ જોવા મળેલ હતો.

 

 

 


Related News

Loading...
Advertisement