નિખિલ દોંગા પ્રકરણ : ભૂજ હોસ્પિટલના કર્મચારીની સંડોવણી ખુલતા ધરપકડ : રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

08 April 2021 12:55 PM
kutch Crime
  • નિખિલ દોંગા પ્રકરણ : ભૂજ હોસ્પિટલના કર્મચારીની
સંડોવણી ખુલતા ધરપકડ : રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

જી.જે.જનરલ હોસ્પિટલમાં મેડીકલ રેકોર્ડ ડેટા મેનેજર તરીકે ફરજ બજાવતા વિજય સાંઘાણીએ નિખિલને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવા મદદગારી કરી’તી : ઝડપાયેલા આરોપીઓની સંખ્યા 9 થઇ

ભૂજ તા.8
ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તા વચ્ચે ફરાર થયેલા ગોંડલના ગેંગસ્ટર નિખિલ દોંગાના પ્રકરણમાં પોલીસે કરેલી તપાસમાં જી.કે. જનરલ હોસ્પિટલના એક કર્મચારીની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામા આવી છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડીકલ રેકોર્ડ ડેટામાં મેનેજર ઓન ડ્યુટી તરીકે ફરજ બજાવતા વિજય સાંઘાણી નામના 33 વર્ષીય કર્મચારીએ ભુજની પાલારા જેલમાં બંધ અને ઓરલ કેન્સરથી પીડાતા નિખિલ દોંગાને હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામા મદદગારી કરી હોવાની ચોંકાવનારી બાબત બહાર આવી હતી. પોલીસે વિજય સાંઘાણીની પૂછપરછ કરતા તેણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. બાદમાં પોલીસે તેની વિધિવત અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ભુજની પાલારા જેલમાંથી સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થઈ ફરાર થયેલા નિખિલ દોંગા અને તેના સાગરિતોને 72 કલાકના મેગા સર્ચ ઓપરેશનમાં ઉત્તરાખંડના નૈનિતાલથી ઝડપી પાડ્યા હતા. અત્યાર સુધી પોલીસ નિખિલ દોંગાના ફરાર થવાના પ્રકરણમાં મદદગારી કરનારા કુલ 9 વ્યકિતની ધરપકડ કરી ચૂકી છે. ઝડપાયેલા હોસ્પિટલના કર્મચારીને ભુજ કોર્ટમાં રજુ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવશે.


Related News

Loading...
Advertisement