(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.8
મોરબીના ઉચી માડલ ગામ પાસે યુવાનની હત્યાના કેસમાં આરોપીની ધરપકડ કરેલ છે. મૂળ દાહોદના ધનપુરાના ભાભોર ફળિયામાં રહેતા અને હાલમાં ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે ભગતની તાવડી કારખાનામાં મજૂરીકામ કરતા જશવંતભાઈ ઉર્ફે જયેશ બાબુભાઈ ભાભોરે તેના ભાઈ વિજય બાબુભાઈ ભાભઓર (ઉંમર વર્ષ 32)ની હત્યા થઇ હોવાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું છે તેનો ભાઈ વિજય ભાભોર ઉંચી માંડલ ગામ પાસે આવેલ અંબાણી વિટ્રીફાઇડ નામના સિરામિકના કારખાનાની અંદર રહીને મજૂરી કામ કરતો હતો. તેના પત્ની સાથે કારખાનાની અંદર કામ કરતા પીન્ટુ નામના શખ્સને આડા સંબંધ હોય તે બાબતે તેના ભાઈ વિજયને મોઢા અને માથાના ભાગે તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખેલ છે. મોરબી તાલુકા પોલીસે આરોપી ઇન્દ્રરાજ ઉર્ફે પિન્ટુ પવનકુમાર મોર્ય (23) રહે. અંબાણી વિટ્રીફાઇડની ધરપકડ કરેલ છે.