રાજકોટ, તા. 8
વઢવાણના અલીન્દ્રા ગામે રહેતા પરિણીતાએ ર0 દિવસ પહેલા જેલમાં રહેલા પતિના વિયોગમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા જયાં પરિણીતાએ રાત્રીના દમ તોડી દીધો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી કાર્યવાહી કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મુળ મધ્યપ્રદેશના અને હાલ વઢવાણના અલીન્દ્રા ગામે રહેતા રાનીબેન અનુભાઇ માળી (ઉ.વ.રપ) નામના પરિણીતાએ મથુરા જેલમાં રહેલા પતિના વિયોગમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી ર0 દિવસ પહેલા પગલુ ભરી લેતા તેને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન રાત્રીના સમયે તેનું મોત નિપજયું હતું. રાનીબેનના પતિ વાહન અકસ્માતના ગુન્હામાં મથુરા જેલમાં છે તેઓ હાલ બે પુત્ર અને સસરા સાથે રહી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી કાર્યવાહી કરી હતી.