રૂડાની પાણી યોજનાના સમ્પ માટેની સરકારી જમીનમાંથી પેશકદમી હટાવતા પ્રાંત અધિકારી

08 April 2021 12:28 PM
Rajkot
  • રૂડાની પાણી યોજનાના સમ્પ માટેની સરકારી જમીનમાંથી પેશકદમી હટાવતા પ્રાંત અધિકારી
  • રૂડાની પાણી યોજનાના સમ્પ માટેની સરકારી જમીનમાંથી પેશકદમી હટાવતા પ્રાંત અધિકારી

રાજકોટ નજીકના વિજયનગર ગામની સીમમાં : 4000 ચો.મી. જમીનમાં મકાન-નર્સરી-પાણીની ટાંકી ખડકી દેવાઇ હતી, આસામી સામે કાનૂની કાર્યવાહી થશે

રાજકોટ તા. 8
રાજકોટ અર્બન ડેવ. ઓથોરિટીની ર4 ગામોની પાણી યોજના માટે સરકારી જમીનમાં સમ્પ ઉભો કરવા ફાળવાયેલી સરકારી જમીનમાં ગેરકાનુની ખડકાયેલ મકાન, નર્સરી, પાણીના ટાંકા સહિતની પેશકદમી આજે વહેલી સવારે રાજકોટ સીટી-ર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે ધસી જઇ હટાવી દીધી હતી. દબાણ કરનારા આસામી સામે કાનુની કાર્યવાહી કરવાના સંકેત પણ પ્રાંતે એક વાતચીતમાં આપ્યા હતા. રાજકોટ સીટી-ર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાનાં મોરબી રોડ તરફનાં ચોવીસ ગામોની પાણી પુરવઠા યોજના માટે સમ્પ અને પમ્પીંગ સ્ટેશન બનાવવા રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ રાજકોટ દ્વારા કાર્યવાહી કરવાની થતી હોય વીજયનગર ગામનાં સરકારી ખરાબાના સર્વે નં. 116 પૈકીની જમીન 4000-00 ચો.મી.શ્રી કલેકટર રાજકોટના તા. 19/0ર/ર0ર1નાં હુકમથી જમીન ફાળવવા હુકમ થયેલ છે.


આ ફાળવણી થયેલ જમીનના વિજયનગર ગામનાં રવિરાજભાઇ મગનભાઇ ગઢીયા દ્વારા નર્સરી બનાવી, એક નાનુ મકાન તથા પાણીનો ટાંકો કરી અન અધિકૃત દબાણ કરવામાં આવેલ. જે દબાણ આજ રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી કલેકટરની સુચનાથી ચરણસિંહ ગોહિલ પ્રાંત અધિકારી રાજકોટ શહેર-ર તથા મામલતદાર રાજકોટ તાલુકાનાં સીધા માર્ગદર્શન હેઠળ જે.એમ. દેકાવાડીયા સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી જેસડીયાભાઇ, ઝાલાભાઇ, ભકિતબેન ઓઝા દ્વારા જમીન ખુલ્લી કરાવી જમીનનો કબ્જો રૂડા કચેરી રાજકોટને સોંપવામાં આવેલ છે. ટુંક સમયમાં જ બાંધકામ શરુ કરી ર4 (ચોવીસ) ગામોનાં પાણીનો પ્રશ્ર્ન હલ થઇ જશે તેવું અંતમાં ઉમેર્યુ હતુ.


Related News

Loading...
Advertisement