કોરોના લહેર વધુ ભયાનક: ચોવીસ કલાકમાં 1.26 લાખ કેસ

08 April 2021 12:02 PM
India
  • કોરોના લહેર વધુ ભયાનક: ચોવીસ કલાકમાં 1.26 લાખ કેસ

એકટીવ કેસની સંખ્યા સડસડાટ વધીને 9 લાખને પાર: મહારાષ્ટ્ર સિવાયના ગુજરાત, કર્ણાટક,દિલ્હી, ઉતર પ્રદેશ જેવા રાજયોમાં પણ કાબુ બહારની હાલત: મહારાષ્ટ્રમાં નવા કેસ 60,000 ની નજીક

નવી દિલ્હી તા.8
ભારતમાં કોરોનાની વર્તમાન લહેર વધુને વધુ ભયાનક બનવા લાગી હોય તેમ આજે નવા દૈનિક કેસનો નવો રેકોર્ડ સર્જાયો હતો. વધતા સંક્રમણ વચ્ચે મધ્યપ્રદેશ-ઉતરપ્રદેશ જેવા રાજયોએ પણ આકરા નિયંત્રણો શરૂ કર્યા છે. વિશ્ર્વમાં સૌથી વધુ કેસ ભારતમાં જ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં 1,26,789 નવા કેસ નોંધાયા હતા જે અત્યાર સુધીનો નવો રેકોર્ડ છે 685 લોકોનો ભોગ લેવાયો હતો.59258 દર્દી સાજા થયા હતા.એકટીવ કેસોની સંખ્યા રોકેટ ઝડપે વધતી રહી હોય તેમ સંખ્યા 910319 પર પહોંચી હતી. અત્યાર સુધીનાં કુલ કેસ 1.28 કરોડથી અધિક થયા છે જયારે કુલ મૃત્યુઆંક 166862 નો થયો છે.


ભારતમાં કોરોનાનું હોટસ્પોટ રાજય મહારાષ્ટ્ર જ બની રહ્યું છે. ત્રીજી વખત દૈનિક કેસ એક લાખથી વધુ થયા છે જે આજે સર્વોચ્ચ સ્તરે રહ્યા છે. આ પૂર્વે 5 એપ્રિલ 1.03 લાખ તથા 7 એપ્રિલે 1.15 લાખ હતા. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 59907 હતા જયાં નવો રેકોર્ડ સર્જાયો હતો. 70 હજારથી નજીક એક દિવસના કેસ થતાં કેન્દ્ર સરકાર પણ ખળભળી છે.આ સિવાય કર્ણાટક, તામીલનાડુ, દિલ્હી, ઉતરપ્રદેશ,જેવા રાજયોમાં પણ સંક્રમણમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. છતીસગઢમાં 10000 થી વધુ કેસ થયા હતા. 10,000 થી વધુ કેસ નોંધાવનાર છતીસગઢ મહારાષ્ટ્ર પછી દેશનું બીજુ રાજય બન્યુ છે.વિધાનસભા ચૂંટણી ધરાવતા રાજય પશ્ર્ચિમ બંગાળમાં પણ નવા કેસ 2000 ને પાર થઈ ગયા છે. ચૂંટણી સુપર સ્પ્રેડરર બની રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. વધતા સંક્રમણ વચ્ચે વધુને વધુ રાજયો નિયંત્રણો લગાવવા માંડયા છે. મહારાષ્ટ્રમાં અંકુશો, લાગુ છે. મધ્યપ્રદેશે પણ એક શહેરમાં લોકડાઉન જાહેર કર્યું છે. ઉતર પ્રદેશનાં ચાર શહેરોમાં નાઈટ કરફયુ જાહેર કરાયો છે. ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 59258 દર્દી સાજા થયા હતા. રીકવરી રેટ 92.11 ટકા તથા મૃત્યુદર 1.30 ટકા હોવાનું સતાવાર રીપોર્ટમાં જાહેર થયુ છે.


Related News

Loading...
Advertisement