રાજકોટમાં હડકંપ; કોરોનાથી વધુ 31ના મોત

08 April 2021 11:56 AM
Rajkot Gujarat
  • રાજકોટમાં હડકંપ; કોરોનાથી વધુ 31ના મોત

ગઈકાલના 24 મોતમાંથી પાંચના મોત કોવિડથી થયાનો ડેથ ઓડીટ કમીટીનો રીપોર્ટ: વધુ 2531 એન્ટીજન ટેસ્ટ: ખાનગી-સિવિલ કોવિડમાં સતાવાર રીતે માત્ર 267 બેડ ખાલી: હેલ્પલાઈન બેડ બાબતની 115 જેટલી રજુઆતો ઉઠી

રાજકોટ તા.8
રાજકોટ જિલ્લામા કોરોના વાયરસ સંક્રમણનો દૌર વધુને વધુ ઘાતક બની રહ્યો છે. દિનપ્રતિદિન મૃત્યુઆંક સાથે પોઝીટીવ કેસમા વધારો થતા ખાનગી - સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બની રહ્યા છે. રાજકોટ જિલ્લામાં ગઈકાલે 24 દર્દીઓના મોત બાદ આજે વધુ 31 દર્દીઓના મોત સતાવાર જાહેર થયા છે. ગઈકાલે 24 દર્દીના મોતમાં ડેથ ઓડીટ કમીટીએ પાંચ દર્દીના કોવિડથી મોત થયાનો રીપોર્ટ આપ્યો છે.


આરોગ્ય વિભાગની 542 ટીમની સર્વે કામગીરીમાં તાવ, શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા 90 કેસ, 44 ધનવંતરી રથમાં 126 અને હેલ્પ સેન્ટરમાં 114 ઓપીડી કેસ નોંધાયા છે. 104 હેલ્પ લાઈનમાં 15 અને 108 હેલ્પ લાઈનમાં 57 કોલ્સ અને બેડ સુવિધાની હેલ્પલાઈનમાં 115 જેટલી રજુઆતો થતા તેનુ નિરાકરણ લાવવામાં આવ્યુ હતુ.


આરોગ્ય વિભાગ દ્વારા ખારચીયા, ગોંડલ, સોડીયા, ધોરાજી વિસ્તારો કવર કર્યા છે. કોરોના સંક્રમણમા ફેલાવા સાથે ગભરાહટ અનુભવતા લોકો આરોગ્ય કેન્દ્રમા એન્ટીજન ટેસ્ટ કરાવવા પહોંચતા ટેસ્ટ કરાવવા લોકોનો ધસારો જોવા મળે છે. 44 ટેસ્ટીંગ વાહનોમા વધુ 2531 એન્ટીજન ટેસ્ટ થયા છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં 267 બેડ ઉપલબ્ધ હોવાનુ આરોગ્ય વિભાગે જાહેર કરેલ છે.


Related News

Loading...
Advertisement