વડાપ્રધાન મોદીએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો

08 April 2021 11:52 AM
India
  • વડાપ્રધાન મોદીએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો

તા. 1 માર્ચ બાદ આજે ફરી વેકસીનેશનમાં જોડાતા મોદી : સૌને વેકસીન લેવા અપીલ

નવી દિલ્હી તા. 8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. અગાઉ તા. 1 માર્ચના રોજ પ્રથમ ડોઝ લેનાર મોદી આજે ફરી એક વખત એઇમ્સ ખાતે પહોંચી ગયા હતા અને તેમને કોવીકસીન વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. મોદીએ ટવીટ કરીને આ માહીતી આપી હતી અને કહયુ હતુ કે વાયરસ સામે લડવાના આપણા જે ઉપાયો છે તેમાં એક ઉપાય વેકસીન લેવાનો છે અને સૌ કે જેઓ વેકસીન લેવા માટે હાલ માન્ય ઉંમર મર્યાદામાં આવે છે તેઓએ ઝડપથી રજીસ્ટ્રેશન કરાવીને વેકસીન લેવી જોઇએ. વડાપ્રધાને પ્રથમ ડોઝ પણ કોવીકસીનનો લીધો હતો. દેશમાં એકતરફ કોરોનાનું સંક્રમણ વધી રહયુ છે અને સતત વધુ પોઝિટીવ નોંધાય રહયા છે તે સમયે વેકસીનેશન એ સૌથી મહત્વનું છે અને વડાપ્રધાને ફરી એક વખત આ સંદેશો આપ્યો છે.


Related News

Loading...
Advertisement