વધુ નિયંત્રણો!દેશની મોદી પર મીટ

08 April 2021 11:49 AM
India
  • વધુ નિયંત્રણો!દેશની મોદી પર મીટ

આજે વડાપ્રધાનની દેશના મુખ્યમંત્રીઓ સાથે વધુ એક કોરોના ચિંતા બેઠક : સંક્રમણની બેકાબુ રફતાર ડામવા માટેના ઉપાયોની ચર્ચા થશે: વેકસીનેશન પર ભાર મુકવાની પણ ચર્ચા: મહારાષ્ટ્ર-ગુજરાત સહીતના રાજયો કેન્દ્રને ચિંતા કરાવે છે

નવી દિલ્હી તા.8
દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણ અને ખાસ કરીને વેકસીનેશનના પણ સર્જાયેલા વિવાદ વચ્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે વધુ એક વખત દેશનાં તમામ રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ કોન્ફરન્સથી હવેની લડાઈના નિર્ણયો લેશે દેશમાં કોરોના કાળ સતત વધી રહ્યો છે. અને રોજ હવે 1 લાખથી પણ વધુ કેસ તથા મૃત્યુઆંક પણ વધી ગયો છે. એક બાદ એક રાજયમાં મીની લોકડાઉન અને નાઈટ કફર્યુ લાદી રહ્યા છે તથા રાજયમાં આંતરીક ટ્રાન્સપોર્ટેશનની પરિસ્થિતિ પણ નિયંત્રીત કરવામાં આવી રહી છે આ સ્થિતિ વચ્ચે હવે કેન્દ્ર અને રાજય સરકારોનો વ્યુહ શું હશે તેના પર સમગ્ર દેશની મીટ છે.વડાપ્રધાન શ્રી મોદીએ અનેક રાજયોમાં જે રીતે કોરોના કેસ વધ્યા છે તેના પર ચિંતા વ્યકત કરી ચુકયા છે મોદીએ કેન્દ્રમાં અધિકારીઓ સાથે પણ ઉચ્ચ કક્ષાની બેઠક યોજી છે. છેલ્લે તા.17 માર્ચનાં રોજ વડાપ્રધાન રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે આ પ્રકારની વિડીયો કોન્ફરન્સ કરી હતી. દેશમાં મહામારી કોરોનાનાં સંક્રમણમાં સૌથી વધુ ફસાયું છે અને ગુજરાત સહીતનાં રાજયોમાં પણ કેસ વધી રહ્યા છે. દેશમાં એકટીવ કેસ 8.43 લાખ થયા છે અને મૃત્યુદર 1.30 ટકા જેટલો ઉંચો ગયો છે.


મહારાષ્ટ્રમાં અનેક જીલ્લાઓમાં આંતરીક લોકડાઉનની સ્થિતિ છે જ છતા પણ કેસ વધી રહ્યા છે. પંજાબ-ગુજરાત-છતીસગઢ-દિલ્હી-મધ્યપ્રદેશ પ.બંગાળ તામીલનાડુ કેરાળા સહિતનાં રાજયોમાં કેસ ગત વર્ષનાં પીક કરતા વધુ છે અને સતત ચેતવણી મળી રહી છે કે આ બીજી લહેર વધુ ખતરનાક બની રહેશે તથા હવે બાળકો ગર્ભવતી મહિલાઓ પણ સંક્રમીત બની રહ્યા છે તે સૌથી મોટી ચિંતા છે. જોકે વડાપ્રધાન લોકડાઉન-ટુની તરફેણમાં નથી તેવા સંકેત છે અને વેકસીનેશનને ઝડપ આપવા માટે પણ તેઓ આગ્રહી છે પણ સંક્રમણ કઈ રીતે રોકશુ તે એક સૌથી મોટી સમસ્યા છે. જનજીવન હાલ પુરી રીતે ઠપ્પ કરી શકાય તેમ નથી. રાજયો પણ આ પ્રકારે જ પૂર્ણ લોકડાઉન ઈચ્છતા નથી આ સ્થિતિમાં કેન્દ્ર પાસે માર્ગ સુચવેલ છે.


Related News

Loading...
Advertisement