આવતીકાલે આઇપીએલની મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેેલેન્જર્સ બેંગ્લોર ટીમો વચ્ચે સૌપ્રથમ મેચ : સ્પર્ધા રોમાંચક બની જશે

08 April 2021 11:37 AM
Sports
  • આવતીકાલે આઇપીએલની મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેેલેન્જર્સ બેંગ્લોર ટીમો વચ્ચે સૌપ્રથમ મેચ : સ્પર્ધા રોમાંચક  બની જશે

આઇપીએલની સૌ પ્રથમ ‘હેટ્રીક’ ચેન્નાઇ સુપર કિંગ્ઝના ભૂતપૂર્વ ખેલાડી લક્ષ્મીપતિ બાલાજીએ કિંગ્ઝ ઇલેવન પંજાબ સામે 2008માં ઝડપી હતી : સૌથી ફાસ્ટેસ્ટ સદીનો વિક્રમ બેંગ્લોરના ખેલાડી ક્રિસ ગેઇલના નામે છે, તેણે 2013માં પુના વોરીયર્સ સામે 30 દડામાં સદી ફટકારેલી : સૌથી વધુ કુલ વિકેટો ઝડપવાનો વિક્રમ શ્રીલંકાના લસીથ માલિંગા ધરાવે છે તેણે 122 દાવમાં કુલ 170 વિકેટો ઝડપી છે

આઇપીએલ સિઝન-14ની શાનદાર શરૂઆત આવતીકાલથી મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે. આજ સુધી રમાયેલી આઇપીએલની 13 આવૃતિમાં સૌથી વધુ વખત મુંબઇ ઇન્ડીયન્સે પાંચ વખત ટાઇટલ હાંસલ કર્યો છે, જયારે બેંગ્લોરની ટીમે તો આજ સુધી એક પણ વખત ટાઇટલ જીત્યુ નથી જે ટીમ આઇપીએલ સ્પર્ધાની સૌથી કમનસીબ ટીમ બની ચુકી છે. આ વખતે આ ટીમ સારા દેખાવ માટે કટીબધ્ધ બની ચુકી છે.


મુંબઇ ઇન્ડીયન્સે 6 વખત ફાઇનલ ટચ કરીને 5 વખત ટાઇટલ હાંસલ કર્યા છે, જયારે ચેન્નાઇ સુપર કિંગ્ઝે કુલ 8 વખત ફાઇનલમાં પ્રવેશ કરીને 3 વખત ટાઇટલ પ્રાપ્ત કર્યા છે. કલકતા નાઇટ રાઇડર્સે કુલ 2 વખત આઇપીએલની ફાઇનલ જીતી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ભલે આજ સુધી ટાઇટલ, જીતી શકી નથી પરંતુ મોટા ભાગના રેકોર્ડ આ જ ટીમ ધરાવે છે.


2008માં રમાયેલ સૌ પ્રથમ આઇપીએલની ફાઇનલમાં રાજસ્થાન રોયલ અને ચેન્નાઇ સુપર કિંગ્ઝની ટીમો ટકરાઇ હતી. જેમાં રાજસ્થાન રોયલે ચેન્નાઇને 3 વિકેટથી પરાજીત કરીને સૌ પ્રથમ ટાઇટલ જીત્યું હતું, જોગાનુજોગ ત્યારબાદ રાજસ્થાન રોયલ અદ્રશ્ય જ થઇ ગઇ હતી. જયારે ચેન્નાઇએ 2010માં સૌ પ્રથમ વખત ટાઇટલ હાંસલ કર્યુ હતું. આજ સુધી આ ટીમે કુલ આઠ વખત ફાઇનલ રમીને 3 વખત વિજેતા બની છે. જયારે મુંબઇ ઇન્ડીયન્સે સૌપ્રથમ વખત 2013માં આઇપીએલની ફાઇનલ જીતી હતી, ત્યારબાદ 2015, 2017, 2019 અને ર0ર0માં ટાઇટલ જીતવાનો વિક્રમ નોંધાવ્યો છે. રાજસ્થાન રોયલ, ડેકકન ચાર્જીસ અને સનરાઇઝ હૈદ્રાબાદની ટીમોએ 1-1 વખત ટાઇટલ પ્રાપ્ત કર્યો છે.


14મી સિઝનમાં કુલ 8 ટીમો રમશે, જે ફાઇનલ સહિતની મેચો રમશે. કુલ 60 દિવસ સ્પર્ધા ચાલશે આ વખતે 6 શહેરોમાં આ સ્પર્ધાનું આયોજન થયું છે.આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ કુલ રન નોંધાવનાર વિરાટ કોહલી છે. તેણે 192 મેચો રમીને 5878 રન પ સદી સાથે નોંધાવી છે. સુરેશ રૈનાએ 5368, ડેવિડ વોર્નરે પરપ4, રોહિત શર્માએ 5230 રન અને શિખર ધવને 5197 રન બનાવ્યા છે. સૌથી વધુ સદીઓમાં ક્રિસ ગેઇલ મોખરે છે, તેણે કુલ 6 સદીઓ નોંધાવી છે.


આજ સુધી આઇપીએલમાં કુલ 19 હેટ્રીકની ઘટના નોંધાઇ છે. જેમાં સૌથી વધુ હેટ્રીક ઝડપવાનો વિક્રમ અમિત મિશ્રાના નામે છે, તેણે કુલ 3 અને યુવરાજસિંહે કુલ ર હેટ્રીક ઝડપી છે. સૌ પ્રથમ આવી સિદ્ધિ નોંધાવનાર લક્ષ્મીપતિ બાલાજી છે, તેણે 2008માં ચેન્નાઇ તરફથી રમતા કિંગ્ઝ ઇલેવન પંજાબ સામે મેળવી હતી. જયારે છેલ્લી ‘હેટ્રીક’ રાજસ્થાન રોયલના શ્રેયસ ગોપાલે 2019નાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઝડપી હતી.


ક્રિસ ગેઇલે 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા અણનમ 175 રન નોંધાવ્યા હતા. જે આજ સુધીનો શ્રેષ્ઠ વ્યકિતગત સ્કોર રહ્યો છે, જેમાં 13 ચોગ્ગા અને 17 છગ્ગાનો સમાવેશ થાય છે. સૌથી વધુ વિકેટોનો વિક્રમ શ્રીલંકાના લસીથ માલિંગાના નામે છે, તેેણે 122 મેચો રમીને કુલ 170 વિકેટો ઝડપી છે. એન્ડ્રુ ટાઇએ માત્ર 27 મેચમાં એક દાવમાં 4 વખત 4 કે વધુ વિકેટો ઝડપી છે. જોકે સૌથી વધુ વખત 120 મેચોમાં 7 વખત સુનીલ નરેને અને લસીથ માલિંગાએ 122 મેચોમાં આ પ્રકારની સિદ્ધિ નોંધાવી છે.


સૌથી વધુ સિકસર મારવાનો વિક્રમ ક્રિસ ગેઇલના નામે છે. તેણે કુલ 349 સિકસો નોંધાવી છે, આ વખતે રોહિત શર્મા ધોનીની ર16 સિકસરના આંકને ક્રોસ કરશે. શર્માએ 213 સિકસરો ફટકારી છે. ગેઇલના નામે સૌથી ઝડપી સદીનો વિક્રમ પણ નોંધાયેલો છે, તેણે 2013માં માત્ર 30 દડામાં સદી ફટકારી છે. રોહિત શર્માની આગેવાનીમાં સૌથી વધુ પાંચ ટાઇટલ જીત્યા છે જયારે રજા નંબરે મહિન્દ્રસિંહ ધોની છે. આ વખતની સ્પર્ધા રોમાંચક બનવાની પુરેપુરી સંભાવના છે.


* આઇપીએલ ઇતિહાસની સૌથી કમનસીબ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે.
* મહિન્દ્રસિંહ ધોની સૌથી વધુ 9 વખત ફાઈનલ રમ્યો છે.
* અમિત મિશ્રાએ સૌથી વધુ 3 વખત ‘હેટ્રીક’ નોંધાવી છે.
* ક્રિસ ગેઇલે 2013માં વ્યકિતગત શ્રેષ્ઠ સ્કોર 175 રન નોંધાવેલો, જે આજે પણ કોઇ ટચ કરી શકયું નથી.

 

 

 

 

 

 


Related News

Loading...
Advertisement