ધોનીના હાથે CSKની જર્સી મેળવી ગદગદ થયો ચેતેશ્વર: લખ્યો ભાવુક મેસેજ

08 April 2021 11:24 AM
Sports
  • ધોનીના હાથે CSKની જર્સી મેળવી ગદગદ  થયો ચેતેશ્વર: લખ્યો ભાવુક મેસેજ

આઈપીએલ માટે ચેતેશ્વર પુજારા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ગઈકાલનો દિવસ ચેતેશ્વર માટે અત્યંત ખાસ રહ્યો હતો કેમ કે તેને ચેન્નાઈ સુપરકિંગ્સની જર્સી સોંપવામાં આવી હતી. પુજારાને આ જર્સી કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સોંપી હતી અને ત્યારે તેની સાથે હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ પણ સાથે હતા. ચેતેશ્વર ધોની પાસેથી જર્સી મળ્યાની તસવીરને ચાહકો સાથે શેયર કરતાં લખ્યું છે કે ધોનીના હાથે ટીમની સત્તાવાર કિટ મળવાથી તે અત્યંત ઉત્સાહિત અને સન્માનિત અનુભવ કરી રહ્યો છે. મને આ સીઝન સારી જશે તેવી આશા છે.


Related News

Loading...
Advertisement