ખેડુતોને મોંઘવારીનો વધુ એક ડામ: ખાતરના ભાવમાં રૂા.400-600 નો વધારો

08 April 2021 11:17 AM
India
  • ખેડુતોને મોંઘવારીનો વધુ એક ડામ: ખાતરના ભાવમાં રૂા.400-600 નો વધારો

રાજકોટ તા.8
મોંઘવારીના ડામ વચ્ચે ખેડુતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ખાતરના ભાવમા કમરતોડ વધારો ઝીંકાયો છે. ઈફકો કંપનીએ ખાતરના ભાવ વધાર્યા છે. જેમાં ડીએડી ખાતરમાં 700, એએસપીમાં રૂા.375 વધ્યા છે. રાસાયણીક ખાતરમાં રૂા.400 થી 600 સુધીનો ભાવ વધારો થયો છે. ખાતર વેચતી ઈફકો કંપનીએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે ખેડૂતો પર વધુ એક બોજો વધ્યો છે. જેમાં ડીએપીનાં રૂા.700, એએસપીમાં રૂા.375 વધ્યા છે.ડીએપી ખાતરના રૂા.1200 ની બદલે રૂા.1900 થયા છે તેમજ એનપીકે 12:32:16 ના 1185 ની બદલે 1800 એનપીકે 12:32:26 ના 1175 ની બદલે 1775 અને એએસપીના 975 ના બદલે રૂા.1350 થયા છે.


Related News

Loading...
Advertisement