કોવિશીલ્ડની સપ્લાય પર બબાલ: એસ્ટ્રાજેનેકાએ સીરમ ઈન્સ્ટીટયૂટને ફટકારી નોટિસ

08 April 2021 11:11 AM
India
  • કોવિશીલ્ડની સપ્લાય પર બબાલ: એસ્ટ્રાજેનેકાએ
સીરમ ઈન્સ્ટીટયૂટને ફટકારી નોટિસ

ભારતમાં બની રહેલી કોવિશીલ્ડની સપ્લાયમાં વિલંબ થતાં કાર્યવાહી

નવીદિલ્હી, તા.8
કોરોના વેક્સિનની સપ્લાયમાં વિલંબને લઈને દવા નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકાએ સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાને કાનૂની નોટિસ ફટકારી છે. આ અંગે એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે ભારતમાં કોરોના વેક્સિનની ઘણી માંગ છે જેના કારણે દેશમાં કોવિશીલ્ડ વેક્સિનના નિર્માણ પાછળ અત્યારે ઉત્પાદન ક્ષમતા પર દબાણ આવી રહ્યું છે.


પૂનાવાલાએ એવું પણ જણાવ્યું કે ભારત સરકારે અન્ય દેશો માટે કોવિશીલ્ડ મોકલવા પર રોક લગાવી દીધી હતી. ભારત સાથે ફર્સ્ટ ક્લેમ ડીલને વિદેશમાં સમજવી મુશ્કેલ છે કેમ કે ત્યાં કોરોના વેક્સિનનો પ્રતિ ડોઝ વધુ કિંમતે વેચવામાં આવ્યો છે. ગત મહિને માર્ચમાં એસ્ટ્રાજેનેકાએ કોરોના વેક્સિન માટે વ્યાપક અને ન્યાસંગત ઉપલબ્ધતા માટે અભૂતપૂર્વ કોશિશ કરી હતી. તેના અંતર્ગત વેક્સિનની સપ્લાયની જાહેરાત 142 દેશો માટે કરવામાં આવી હતી. મુખ્ય ફાર્મા કંપનીએ જાહેરાત કરી હતી કે એસ્ટ્રાજેનેકાએ ભારતમાં પોતાના ભાગીદાર સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા સાથે કો-વેક્સિની સૌથી મોટી પ્રારંભીક સપ્લાયર હશે. એસ્ટ્રાજેનેકાએ કહ્યું કે કો-વેક્સની પહેલ હેઠળ કોરોના વેક્સિનની લાખો ડોઝ દુનિયાભરમાં ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં પહોંચવા લાગ્યા છે. આ દેશોમાં ઘાના, કોટે ડી આઈવરી, ફિલીપીન્સ, ઈન્ડોનેશિયા, ફિઝી, મંગોલિયા અને માલદીવ જેવા દેશોનો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement