મંગળ પર રચાયું મેઘધનુષ!રોવરના કેમેરાએ મોકલી અજબ તસ્વીર

08 April 2021 11:10 AM
Astrology Top News World
  • મંગળ પર રચાયું મેઘધનુષ!રોવરના કેમેરાએ મોકલી અજબ તસ્વીર

જોકે બાદમાં નાસાએ મંગળ પર મેઘધનુષ રચાવાના કારણનો ફોડ પાડયો

વોશીંગ્ટન તા.8
મંગળ પર મોકલવામાં આવેલા નાસાના રોવર પરસિવરેન્સે એક કેનાલની તસ્વીર મોકલી છે. જેમાં મંગળના આકાશમાં મેઘધનુષ દેખાય છે મેઘધનુષ અને તે પણ મંગળના અવકાશમાં? મંગળના આકાશમાં દેખાતુ મેઘધનુષ ખુબ જ સુંદર દેખાતું હતું. જોકે નાસાએ આ મેઘ ધનુષનાં બારામાં ખુલાસો કર્યો હતો કે આ મેઘ ધનુષ નથી. નાસાએ જણાવ્યું હતું કે મંગળ પર મેઘધનુષ શકય જ નથી. નાસાનું કહેવુ છે કે મેઘ ધનુષ પ્રકાશના રિફલેકશન અને પાણીનાં નાના નાના ટીપાથી બને છે પણ મંગળ પર ન તો એટલુ પાણી હાજર છે અને ન તો તે અવસ્થામાં હાજર છે. નાસાએ મંગળ પર રોવરે ઝડપેલી તસ્વીરમાં મેઘ ધનુષના બારામાં ખુલાસો કર્યો કે મંગળમા મેઘ ધનુષની છટા ખરેખર તો રોવરના કેમેરામાં લાગેલા લેન્સની ચમક છે! નાસાના સોલર સિસ્ટમ એકસ્પ્લોરેશનના પ્રોગ્રામ એકઝીકયુટીવ ડેવ લાવેરીનું કહેવુ છે કે તસ્વીરમાં દેખાતી રંગોની લાઈનનું કારણ લાલગ્રહનાં આકાશમાં છવાયેલી ધૂળ પણ હોઈ શકે છે જે સુરજની રોશનીમાં ચમકી રહી છે. તેમાં કંઈક કમાલ કેમેરાના લેન્સની ચમક પણ હોઈ શકે છે.


Related News

Loading...
Advertisement