મુંબઈમાં જરૂરી વસ્તુઓ-ખાદ્ય સામગ્રીની 24 કલાક હોમ ડિલીવરીની છૂટ અપાઈ

08 April 2021 11:06 AM
India Top News
  • મુંબઈમાં જરૂરી વસ્તુઓ-ખાદ્ય સામગ્રીની 24 કલાક હોમ ડિલીવરીની છૂટ અપાઈ

આંશિક લોકડાઉન વચ્ચે મુંબઈમાં બીએમસીએ રાહત આપી : બોર્ડની પરીક્ષા કે સ્પર્ધાત્મક કસોટીના છાત્રોને આવવા-જવા માટે પાસની વ્યવસ્થા કરાઈ

મુંબઈ તા.8
વધતા જતા કોરોના સંક્રમણના કારણે બજાર બંધ કરવા સામે વેપારીઓ દુકાનદારો અને રેસ્ટોરન્ટ માલિકોએ વિરોધ કરતાં બીએમસી (બૃહદ મુંબઈ કોર્પોરેશન) એ મુંબઈમાં જરૂરી સામાન અને ખાદ્ય પદાર્થોને સપ્તાહના સાતેય દિવસ 24 કલાક હોમ ડીલીવરી કરવાની મંજુરી આપી છે. ઝોમેટો અને સ્વિગી જેવી ઓનલાઈન સર્વીસ પણ 24 કલાક હોમ ડિલીવરી આપી શકશે. બીએમસી કમિશ્નર આઈએસ ચહેલે ગઈકાલે આ આદેશ જાહેર કર્યો હતો. બીએમસીએ બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓને લોકડાઉન દરમ્યાન માન્ય પાસથી આવવા-જવાની અનુમતી આપી છે. તેમની સાથે તેમના પરિવારજનોને પણ જવાની છૂટ અપાઈ છે સાથે સાથે વરિષ્ઠ નાગરીકોને પણ સેવા પ્રાપ્ત કરવા માટે રાહતની જાહેરાત કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement