સાવરકુંડલામાં નેસડી ગામે છાશ કેન્દ્રનો પ્રારંભ

08 April 2021 10:52 AM
Amreli
  • સાવરકુંડલામાં નેસડી ગામે છાશ કેન્દ્રનો પ્રારંભ

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે છેલ્લા છ વર્ષથી છાશ કેન્દ્ર ચાલી રહ્યું છે ત્યારે હાલ ઉનાળાના આરંભ સાથે સ્વ. લીલાવંતીબેન ગંભીરદાસ પારેખ (હ. પ્રવીણભાઇ) મુખ્ય દાતાના દાન થકી છાશ કેન્દ્રનો આરંભ કરાયો છે. અહીં દરરોજ 300 લીટર છાશનું વિતરણ થાય છે. જેની વ્યવસ્થામાં હર્ષદભાઇ વરીયા અને સેવાભાવી જયસુખભાઇ મહેતા, ધીરૂભાઇ પરમાર કાર્ય કરી રહ્યા છે. આ કેન્દ્ર ચાર માસ સુધી સતત ચાલુ રહેશે.


Loading...
Advertisement