ધ્રોલમાં નિ:શુલ્ક કોરોના વેકસીન કેમ્પ અને જનજાગૃતિ અભિયાન

08 April 2021 10:51 AM
Jamnagar
  • ધ્રોલમાં નિ:શુલ્ક કોરોના વેકસીન કેમ્પ અને જનજાગૃતિ અભિયાન

તા.3/4/2021ના રોજ વિભુતીબેન વેકરીયા, હેતસ્વીબેન બુસા અને ઇકો કલબના ઇન્ચાર્જ ભારતીબેન પરમાર તથા ધો.11ની ઇકો કલબની 15 બહેનોએ ખારવા રોડ પર આવેલી બધી જ સોસાયટીમાં ઘરે-ઘરે જઇને લોકોને રસી મૂકાવવા અંગે સમજાવ્યા અને નામની નોંધણી કરી. નિ:શુલ્ક કોરોના વેકસીન કેમ્પનું આયોજન અર્બન હેલ્થ સેન્ટર-ઘ્રોલની ટીમ અને ચંદુભા જાડેજાના સહયોગથી શ્રી લેઉવા પટેલ સેવા સમાજ ધ્રોલ-સંચાલીત શ્રીમતી ડી.એચ.કે.મુંગરા ક્ધયા વિદ્યાલયમાં કરવામાં આવનાર છે તેવી જાણકારી સાથે સમયની પણ જાણ કરી.


Loading...
Advertisement