ગોંડલ વિસ્તારમાં રાત્રીના ધમધમતી હોટલો પર પોલીસ તપાસણી કરશે

08 April 2021 10:45 AM
Gondal
  • ગોંડલ વિસ્તારમાં રાત્રીના ધમધમતી
હોટલો પર પોલીસ તપાસણી કરશે

ચરખડીના પાટીયા પાસે આવેલ હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ : ત્રણ વાહનો ડીટેઇન

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.8
કોરોના કહેર ની વચ્ચે સૌરાષ્ટ્રમાં આંશિક લોક ડાઉન શરૂ થઈ ગયું હોવા છતાં પણ રાત્રીના સમયે નેશનલ હાઈવે પર કેટલાક હોટલ સંચાલકો દ્વારા લોકોના ટોળા ભેગા કરી ધંધા-રોજગાર ધમધમતા કરવામાં આવ્યા હોય ગોંડલ તાલુકા પોલીસે ચરખડી ના પાટીયા પાસે આવેલ કનૈયા હોટલ ખાતે ચેકિંગ હાથ ધરતા કોરોના અંગેની જાહેરનામાનો ભંગ જણાતા હોટલ સંચાલક વિભાભફાઈ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ જેટલા વાહનો ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી હતીવધુમાં ગોંડલ તાલુકા પોલીસે જણાવ્યું હતું કે રીબડા ચોકડી થી લઇ ચરખડી ના પાટીયા સુધી તેમજ ઘોઘાવદર આટકોટ રોડ, મોવિયા શ્રીનાથગઢ રોડ વગેરે જગ્યાઓ પર પણ રાત્રિના હોટલો ધમધમી રહી છે જો હોટલ સંચાલકો દ્વારા સોશિયલ ડીસ્ટન્સ અને જાહેર નંબર નું પાલન કરવામાં નહીં આવતું હોય તો દરેકના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે હોટલ સંચાલકોએ માસ્ક તથા સેનીટેશનની વ્યવસ્થા રાખવી ફરજિયાત છે જો આવી જરૂરી ચીજવસ્તુઓ નહીં હોય અને સોશિયલ મશતફિંક્ષભય નો અભાવ જણાશે તો જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે જ કોઈપણ ગાંઠિયા દાદાની દાદાગીરી સાંખી લેવામાં આવશે નહીં તેવું અંતમાં જણાવ્યું હતું.


Loading...
Advertisement