કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઓકસીજનના બાટલા ઓકસીમીટર દવાઓ તથા એમ્બ્યુલન્સની ફ્રી સેવા

08 April 2021 10:41 AM
Dhoraji
  • કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઓકસીજનના બાટલા
ઓકસીમીટર દવાઓ તથા એમ્બ્યુલન્સની ફ્રી સેવા

સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા માનવ સેવા

ધોરાજી તા.8
ધોરાજીમાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત છેલ્લા એક વર્ષથી સેવા આપે છે. શહેરમાં કોરોનાની બીજી લહેર અત્યંત ભયંકર રૂપે ફેલાયેલ હોય જેને થાળે પાડવા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ ના તમામ કાર્યકર્તાઓ યુધ્ધ ના ધોરણે 24 કલાક કોઈપણ નાત જાત ધર્મ ભેદભાવ વગર માત્ર માનવ સેવા દ્રષ્ટિએ કોરોના દર્દી માટે સેવા આપવા ખડા પગે ઊભા રહેલછે.
ગરીબ કોરોના દર્દીઓ ને ઓક્સિજનના બાટલા ઓકસોમીટર પ્રતિકારક સકતી વધારવાની દવા તથા એમ્બ્યુલન્સ સેવા 24 કલાક ફ્રી સેવા આપવામાં આવશે અત્યાર સુધીમાં 400 જેટલા લોકો એ ઓક્સિજન નો લાભ લીધેલ છે જરૂરતમંદો એ 24 કલાકની આ સેવાનો લાભ લેવા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ એ જણાવ્યું હતું. 24કલાક સેવા માટે સંપર્ક કરો મોબાઈલ નં હોફીસ કોન્ટેક્ટ 7986778692એમ્બ્યુલન્સ કોન્ટેક્ટ 7986678692 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


Loading...
Advertisement