ખોડલધામ સમિતી દ્વારા બે દિ’ ના કોરોના રસીકરણ કેમ્પનો પ્રારંભ

08 April 2021 10:40 AM
Dhoraji
  • ખોડલધામ સમિતી દ્વારા બે દિ’ ના કોરોના રસીકરણ કેમ્પનો પ્રારંભ

લેઉઆ પટેલ સાંસ્કૃતિ ભવન ખાતે આયોજન

ધોરાજી તા. 8 : ધોરાજી ખાતે ખોડલધામ સમીતી દ્વારા લેઉઆ પટેલ સાંસ્કૃતીક ભવન (જુના બસ સ્ટેન્ડ) ખાતે તા. 8/4 ને ગુરુવારે તથા તા. 9/4 ને શુક્રવારે એમ બે દિવસ સવારે 9 થી 1 અને સાંજે 3 થી 6 કલાક દરમ્યાન કોરોના રસીકરણ કેમ્પ આયોજીત કરાયેલ છે.
જેમાં 45 વર્ષથી ઉપરના સર્વ જ્ઞાતીના ભાઇ બહેનો રસી મુકવા અનુરોધ કરાયો છે. વધુને વધુ લોકોને કોરોનાની રસી મુકાવા વિનંતી કરાઇ છે. આ કેમ્પને સફળ બનાવવા ધોરાજી ખોડલધામ સમીતીના યુવાનો જહેમત ઉઠાવી રહેલ છે.


Loading...
Advertisement