જસદણનાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા વડાળી ગામમાં શ્રમદાન કાર્યક્રમ

08 April 2021 10:39 AM
Jasdan
  • જસદણનાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર
દ્વારા વડાળી ગામમાં શ્રમદાન કાર્યક્રમ

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.8
પર્યાવરણશિક્ષણ કેન્દ્ર જસદણ અને સી.એલ.પી. વિન્ડ ફાર્મ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડના સંયુક્ત ઉપક્રમે જસદણ અને ચોટીલા તાલુકાના 09 ગામોમાં આરોહણ પ્રોજેક્ટનો બીજો તબક્કો શરુ કરવામાં આવેલ છે પ્રોજેક્ટ અંતર્ગત ગામોમાં પાણી,આજીવિકા,અનેશિક્ષણ સંબધી કામો કરવામાં આવી રહ્યા છે.આરોહણ પ્રોજેક્ટ અંતર્ગત વડાળી ગામમાં ચાલતા બહેનોના મંડળો દ્વારા શ્ર્મદાનનું આયોજનકરવામાં આવેલ જેમાં ગામમાંઆવેલ સ્મશાનની સફાઈ કરી બગીચામાંથી ઘાસ કાઢ્યું અને સ્મશાનમાં સફાઈ માટે જરૂરી સાધનો લઇ ભેગા થયા અને સાથે મળીને સ્મશાનમાંબિનજરૂરી ઉગી નિકળેલ ઘાસ,સુકા પાંદડા તેમજ કચરો સાફ કરી ગામ માટે નિ:સ્વાર્થ ભાવે સેવા પ્રદાન કરવામાં આવી હતી.બહેનોએસાથે મળીને અંતે કચરોકચરાપેટીમાજફેકવાની તેમજ પાણીનો જરૂર પુરતો જ ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી. આ ઉપરાંત જે કઈ સુકો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો તેને સળગાવવાનો નથી, પરંતુ તેને ખાતર સ્વરૂપે ઉપયોગમાં લઈને દરેક વૃક્ષને મલ્ચીંગ રૂપે ખાતર પૂરું પાડવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું માર્ગદર્શન સુમન રાઠોડે આપ્યું હતું.અને કાર્યક્રમને સફળ બનાવવા માટે રીટા વોરા,અરજણ સાકરિયાએ જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement