ધોરાજીમાં આનંદનગર પ્રગતી મંડળ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

08 April 2021 10:37 AM
Dhoraji
  • ધોરાજીમાં આનંદનગર પ્રગતી મંડળ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

175 લોકોએ લાભ લીધો : સંસ્થાની સેવાને બિરદાવતા લાભાર્થીઓ

ધોરાજી તા. 8 : સમગ્ર વિશ્ર્વમાં કોરોના એ હાહાકાર મચાવેલ છે ત્યારે કોરોનાથી બચવાના ઉપાય તરીકે રસી અસરકારક છે. જેના ભાગરુપે ધોરાજીના આનંદનગર પ્રગતી મંડળ દ્વારા ગઇકાલે કોરોના રસીકરણનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પની ડે. કલેકટર જી.બી. મીયાણી, તાલુકા હેલ્થ ઓફીસર ડો. પુનીત વાછાણીએ રૂબરૂ મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરેલ હતુ. અને આનંદ પ્રગતી મંડળના સેવાભાવી યુવાનોની સેવાઓને બીરદાવી હતી. મંડળ તરફથી ખાસ તમામ લોકોને વરીયારીનું સરબત અપાયુ હતુ. આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ હિતેનભાઇ પટેલ, મંત્રી કેતનભાઇ બાલઘા, ગૌતમભાઇ વઘાસીયા, પિન્ટુભાઇ ત્રિવેદી, અનીલભાઇ વઘાસીયા, ધીરજલાલ ઠેસીયા (એડવોકેટ), દીપકભાઇ આહીયા, શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકીયા સહીતના લોકોએ જહેમત ઉઠાવી હતી. આ તકે રસી લેનાર લોકોએ આનંદનગર પ્રગતી મંડળની સેવાઓને બીરદાવી હતી.


Loading...
Advertisement