ઉના-ગીરગઢડા મચ્છુન્દ્રી ડેમની કેનાલ અને પાળા ભાંગી જતા પાણીનો બગાડ

08 April 2021 10:36 AM
Veraval
  • ઉના-ગીરગઢડા મચ્છુન્દ્રી ડેમની કેનાલ 
અને પાળા ભાંગી જતા પાણીનો બગાડ

દરરોજ લાખો લીટર પાણીના વેડફાટ સામે કિસાનોની રજુઆત

ઉના તા.8
ઉના ગીરગઢડા તાલુકાના ગામોમાં મચ્છુન્દ્રી ડેમ હેઠળ ખેડૂતોને ઉનાળુ પાક માટે કેનાલ દ્વારા પીયતનું પાણી આપવામાં આવે છે. આ કેનાલ જ્યારે ડેમ બનાવવામાં આવેલ ત્યારે બનાવવામાં આવેલ હોય અને તેમાં મેઇન કેનાલ, પેટા કેનાલ, નાની કેનાલ, ધોરીયાઓ તેમાં મુકવામાં આવેલ અને ગેટ, કુંડીઓ હાલ ટુટી ગયેલ હાલતમાં હોવાથી પાણીનો મોટાપાયે બગાડ થઇ રહ્યો છે. ગત વર્ષ સિચાઇ વિભાગ દ્વારા મોટી કેનાલ અમુક વિસ્તાર સુધી રીપેરીંગ કરવામાં આવેલ પરંતુ નાની કેનાલ પેટા કેનાલ, ધોરીયા, નાના કુંડી ઓમાં મુકવામાં આવેલા ગેટો હજુ સુધી બનાવવામાં આવેલ નથી. અને કેનાલને સિંચાઇ વિભાગ દ્વારા રીપેરીંગ કર્યા સીવાય સીધુ પાણી વિતરણ કરી દેવામાં આવેલ છે. જેના કારણે હજારો લીટર પાણી વેડફાઇ જતુ હોય છે. અને આ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ ખરાઇ કરતા ન હોવાથી મુચ્છુન્દ્રી ડેમની મુખ્ય કેનાળો તથા પેટા કેનાલો, નાની કેનાલો, ધોરીયાઓ નવેસરથી બનાવામાં આવે તો પાણીનો બગાડ અટકી શકે છે. અને ખેડૂતો ઉનાળુ પાકને પુરતુ પાણી મળી રહે. આમ ખેડૂતોના હીતને ધ્યાને રાખી આ કેનાલ તાત્કાલીક કાર્યવાહી કરી નવેસરની નાની મોટી કેનાલો ગેટો, કુંડી બનાવવા જીલ્લા ભારતીય કિસાન સંધના પ્રમુખ લખુજીભાઇ નંદવાણા, ગુણવંતભાઇ વાણીયા, બાબુભાઇ મકવાણા સહીતના ખેડૂતો ઉના મામલતદારને આવેદનપત્ર પાઠવેલ હતું.


ખેડૂતોએ કેસર કેરીના પાક વાતાવરણ અને રોગના કારણે 75 ટકા જેટલો નાશ થયેલ હોય ખેડૂતોને બાગાયતી પાક એકજ મુખ્ય સહારો હોય આ પાક ફેલ જવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાય ગયા હોય બાગાયતી પાક પરજ આધાર રાખતા હોય છે. અને આખુ વર્ષ તેમા અન્ય કોઇ જ પાક લઇ શક્તા નથી. બાગાયતી પાકનો સર્વે કરી તેના આધારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં બાગાયતી પાકને સામેલ કરી સહાય ચુકવવામાં આવે તેવી પણ માંગ કરી હતી.


Loading...
Advertisement