અમરેલીમાં તાવ-શરદીનાં દર્દીઓથી દવાખાનાઓમાં ઓપીડી કેસમાં વધારો

08 April 2021 10:33 AM
Amreli
  • અમરેલીમાં તાવ-શરદીનાં દર્દીઓથી દવાખાનાઓમાં ઓપીડી કેસમાં વધારો

અમરેલી, તા. 8
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ ગરમીનો પારો ઉંચે ચડવા લાગ્યો છે. ત્યારે અચાનક ગરમી શરૂ થઈ જતાં લોકોમાં સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીનો ભોગ બની રહૃાા છે જેને લઈ લોકો દવા લેવા માટે ફેમીલી ડોકટર્સ પાસે પહોંચી જાય છે. એક તરફ કોરોનાની મહામારીનાં દર્દીઓમાં વધારો થતો જાય છે ત્યારે લોકો સામાન્ય બીમારીનાં કારણે દવાલેવા દોડી જાય છે. ઉનાળાની શરૂઆતમાં લોકોએ ખાણી-પીણી તથા રહેણી-કહેણીમાં ફેરફાર કરવામાં આવે તો બીમાર ન પડાય તેની તકેદારી રાખે તે પણ જરૂરી છે. લોકોએ કોરોના અંગે ડર રાખ્યા વગર તુરંત ડોકટર પાસે દવા મેળવી અને ડોકટરની સલાહ મુજબ ખોરાક મેળવે તો મહંદઅંશે બીમાર ન પડાય તેવું પણ જાણવા મળે છે. બીજી તરફ કોરોના વેકિસનેશન કાર્યક્રમમાં જે લોકોએ હજુ વેકિસન ન લીધી હોય તેવા લોકો વેકિસન લે તે પણ જરૂરી છે.


Loading...
Advertisement