જસદણમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય સ્ટાફ વધારવા માંગ

08 April 2021 10:27 AM
Jasdan
  • જસદણમાં કોરોનાના કેસમાં વધારો  થતા આરોગ્ય સ્ટાફ વધારવા માંગ

સામાજિક કાર્યકરે આરોગ્ય તંત્રને રજુઆત કરી

જસદણ, તા. 8
જસદણમાં છેલ્લાં ત્રણ દિવસથી કોરોનાએ રીતસરનું તાંડવ સર્જ્યું છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની પૂરતી કેર મળે અને કંઈ જ થતું નથી થવાનું નથી એવાં વહેમમાં રાચી બીજાં ને ચેપ આપતાં કોરોના પોઝિટિવની શાન ઠેકાણે લાવવા માટે આરોગ્ય તંત્ર સ્ટાફ અને જરૂરી સ્ટાફ વધારે એવી માંગણી જસદણના સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હિરપરાએ કરી છે.
તેમણે જણાવ્યું હતુ કે જસદણ પંથકમાં ગત વર્ષ કરતાં આ વર્ષે કોરોનાના દર્દીઓ રોગ હોવાં છતાં રખડી રહ્યાં છે ગત મહિનાઓમાં દર્દીઓને જે વિસ્તારમાં હોમકોરોન્ટાઇન કરાતાં તે વિસ્તારોમાં આડસ મુકાતી અને દર્દીઓ નજરમાં રાખી આરોગ્ય તંત્ર નિયમિત દવા અને સંભાળ રાખતું પણ હાલમાં કેટલીક વેજાઓ પોઝિટિવ ના લક્ષણો ધરાવતાં હોવાં છતાં ખુલ્લેઆમ મહાલી રહ્યાં છે દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે આરોગ્ય સ્ટાફ એનો એ જ રહેતાં હાલ સ્ટાફ વધારવાની જરૂરિયાત છે હરિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય સ્ટાફની કામગીરી લાજવાબ છે પણ આખરે એ પણ માણસ છે ત્યારે વધતાં જતાં કહેર સામે આરોગ્ય સ્ટાફનો વધારો આ ઉપરાંત જસદણમાં વધું એક હોસ્પિટલ વેન્ટિલેટર સાથે ઉભી કરવાની ખાસ જરૂર છે એમ અંતમાં હરિભાઇ પટેલએ જણાવ્યું હતું.


Loading...
Advertisement