પ્રેમી યુગલનો વીજપોલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત

08 April 2021 10:25 AM
Bhavnagar
  • પ્રેમી યુગલનો વીજપોલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત

મહુવાના ધરાઈ ગામની સીમમાં બનેલ બનાવથી અરેરાટી

ભાવનગર તા.8
ભાવનગર પંથકમાં પ્રેમી યુગલે વીજપોલ સાથે લટકી સજોડે આપઘાત વહોરી લીધો હતો. બનાવની વિગતો એવી છે કે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાનાં ઘરાઈ ગામે બગદાણા રોડ પર પીજીવીસીએલનાં પોલ સાથે દોરડાથી ફાંસો બાંધી યુવક અને યુવતીએ સજોડે આત્મહત્યા વહોરી લીધી હતી. બનાવની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી. મૃતક યુવાન સરતાનપર ગામે રહેતા કરણ ભદુરભાઈ બારૈયા ઉ.વ.20 અને યુવતી ગટુલા ગામે રહેતી કિંજલબેન શાંતીભાઈ બાંભણીયા ઉ.વ.19 હોવાનું ખુલવા પામેલ છે.બન્ને વચ્ચે પ્રેમ સંબંધો હતા અને તેમના આ સંબંધને સમાજ નહિં સ્વીકારે અને એક થવા નહિં દે તેમ વિચારી બન્ને પોતપોતાના ઘેરથી નીકળી ધરાઈ ગામની સીમમાં આવેલ વીજ પોલ સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલવા પામ્યુ છે આ અંગે બગદાણા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


Loading...
Advertisement