ચોરવાડનાં આછીદ્રા ગામે દિવાલ પડતા યુવાનનું મોત

08 April 2021 10:23 AM
Junagadh
  • ચોરવાડનાં આછીદ્રા ગામે દિવાલ પડતા યુવાનનું મોત

મેંદરડાના માલણકા ગામે વીજ પોલ ઉતારતા શ્રમિકનું ઇજાથી મોત

જુનાગઢ તા. 7
ચોરવાડના આછીદ્રા ગામે દિવાલ પડતા યુવાનનું મોત થતાં મેંદરડા પંથકમાં પીજીવીસીએલના થાંભલાએ યુવકનો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. જુનાગઢ જિલ્લાના ચોરવાડ પાસેના આછીદ્રા ગામે ગઇકાલે દેશીભાઇ જીવણભાઇ મકવાણા (ઉ.વ.47)ના મકાનનું કામ ચાલતુ હતુ ત્યારે દિવાલ પાસે બેઠા હતા. આ દરમ્યાન દેવશીભાઇ ઉપર અકસ્માતે દિવાલ પડતા તેનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થતા ચોરવાડ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. થાંભલાએ ભોગ લીધો મેંદરડા તાલુકાનાં માલણકા ગામે વેરાવળનાં મોરાજ ગામનાં કાનાભાઇ મેરામભાઇ રાઠોડ (ઉ.વ.32) વગેરે ગઇકાલે ટ્રકમાંથી પીજીવીસીએલનાં થાંભલા ઉતારતા હતા. ત્યારે થાંભલો પલ્ટી જતા કાનાભાઇને ગંભીર ઇજા થતા તેમનું જૂનાગઢ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.


Loading...
Advertisement