કોરોનાથી ઠીક થયેલા દર ત્રણમાંથી એક વ્યકિત કરે છે મનોરોગનો સામનો

08 April 2021 09:52 AM
World
  • કોરોનાથી ઠીક થયેલા દર ત્રણમાંથી એક વ્યકિત કરે છે મનોરોગનો સામનો

કોરોના મન પર પણ ઘાવ પહોંચાડે છે:બ્રિટનના ઓકસફર્ડ વિશ્વ વિદ્યાલયના સંશોધકોનો દાવો

લંડન તા.8
કોરોના માત્ર તનને જ ક્ષતિગ્રસ્ત નથી બનાવતું મનને પણ ઘાયલ કરે છે. એક નવા અભ્યાસમાં આ ખુલાસો થયો છે. જે મુજબ કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોમાંથી એક તૃતિયાંશ લોકોમાં ત્રણથી છ મહિનામાં અનેક પ્રકારની માનસીક સમસ્યા જોવા મળી રહી છે. બ્રિટનના ઓકસફર્ડ વિશ્ર્વ વિદ્યાલયનાં સંશોધકોએ 2,30,000 લોકોનું અધ્યયન કર્યું હતું.જેઓ સંક્રમણથી ઠીક થયા હતા. તેમણે જાણ્યું કે દર ત્રણમાંથી એકે 6 મહિનામાં મનોરોગનો સામનો કરવો પડયો હતો..


જોકે વિશ્ર્લેષણ કરનાર સંશોધકે જણાવ્યુ હતું કે એ સ્પષ્ટ નથી કે કોવિડ-19 વાઈરસને મનોરોજ સ્થિતિઓ જેવી કે ચિંતા અને ડિપ્રેસન સાથે કેવી રીતે જોડવામાં આવ્યા.સંક્રમણથી સ્વસ્થ થયેલા લોકોમાં મસ્તિષ્કને વિકારોનાં જોખમોનાં પ્રમાણથી સ્વાસ્થ્ય વિશેષજ્ઞો ચિંતીત છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે કોરોનાથી સાજા થયેલા 20 ટકામાં ત્રણ મહિનાની અંદર એક મનોરોગ સમસ્યા બહાર આવી હતી.


Related News

Loading...
Advertisement