દેવદૂતોને નિશાન બનાવતો શેતાન: કોરોનાની નવી લહેરમાં 80 હજાર બાળકો સંક્રમિત

08 April 2021 09:49 AM
India
  • દેવદૂતોને નિશાન બનાવતો શેતાન: કોરોનાની નવી લહેરમાં 80 હજાર બાળકો સંક્રમિત

એક મહિનામાં 5 રાજયોમાં બાળકો કોરોનાની ઝપટમાં: હજુ બાળકો માટેની વેકસિન તૈયાર નથી: કમજોર રોગ પ્રતિકારશકિતના કારણે બાળકોમાં વાઈરસ ફેલાયો: વિશેષજ્ઞ

નવી દિલ્હી તા.8
દેશમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે. આ કહેરને ખાળવા વીક એન્ડ લોકડાઉન, નાઈટ કરફયુ જેવા પગલા લેવા છતાં કોરોના કાબુમાં આવતો નથી, ચિંતાજનક બાબત એ છે કે નવી લહેરે બાળકોને પણ ઝપટમાં લીધા છે. એક મહિનામાં પાંચ રાજયોમાં 80 હજારથી વધુ બાળકો કોરોનાગ્રસ્ત બન્યા છે.ખરેખર તો કોરોનાની પહેલી લહેરમાં સૌથી વધુ બુઝુર્ગો ઝપટમાં આવ્યા હતા પણ બીજી લહેરમાં મામલો ઉલટો થયો છે. એક મહિનામાં પાંચ રાજયોમાં 80 હજારથી વધુ બાળકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. હાલ બાળકો માટે કોઈ રસી નથી હાલમાં બ્રિટનમાં બાળકો પર એસ્ટ્રાજેનેકા વેકિસનનાં પરીક્ષણને પણ રોકી દેવામાં આવ્યું છે.જયારે તેની ખરાબ અસરના રિપોર્ટ જાહેર થયા હતા. આ પરિક્ષણમાં યુરોપીય રાષ્ટ્રોમાં સાતના મોત થયા હતા.


ભારતમાં બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત બાળકોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં 1 માર્ચથી 4 એપ્રિલ દરમ્યાન કુલ 60,684 બાળકો સંક્રમિત બન્યા હતા. આ બાળકોમાં 9,882 બાળકો પાંચ વર્ષથી નીચેના હતા. જયારે છતીસગઢમાં 5940 બાળકો વાયરસથી સંક્રમિત થયા હતા.તેમાં 922 પાંચ વર્ષથી ઓછી વયના હતા. આ સિવાય કર્ણાટકમાં કોરોના પોઝીટીવ બાળકોનો આંકડો 7327 ઉતર પ્રદેશમાં 3004, દિલ્હીમાં 2733 જેટલા બાળકો કોરોનાની ઝપટમાં આવ્યા છે.જાહેર સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવુ છે કે બાળકોમાં ઝડપથી વાઈરસ ફેલાવવાનું કારણ તેમની કમજોર રોગ પ્રતિકારશકિત છે. આ સિવાય એવુ પણ બહાર આવ્યું છે કે નવા વાઈરસનું મ્યુટેંટ વધુ સંક્રામક છે.


Related News

Loading...
Advertisement