ગુજરાતમાં કોરોનાનું તાંડવ : 24 કલાકમાં 3575 કેસ, 22 દર્દીના મોત

07 April 2021 08:25 PM
Gujarat
  • ગુજરાતમાં કોરોનાનું તાંડવ : 24 કલાકમાં 3575 કેસ, 22 દર્દીના મોત

વધુ 2217 દર્દી સાજા થયા : મૃત્યુઆંક 4620 થયો, કુલ સંક્રમિતોની સંખ્યા 3.28 લાખને પાર

રાજકોટઃ
ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આજે જાણે કોરોનાએ તાંડવ રચ્યું હોય તેમ 3500થી વધુ કેસો સપાટી પર આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 3.28 લાખને પાર થઈ ગઈ છે. એક્ટિવ કેસ વધીને 18,684 થયા છે. રિકવરી રેટ ઘટીને 92.90 ટકા થઈ ગયો છે.

રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 3575 કેસો નોંધાયા છે. અને 22 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ 2217 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં કુલ 175 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 18509 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4620 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 328453 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 823, સુરત 819, રાજકોટ 490, વડોદરા 457, જામનગર 175, પાટણ 111, ભાવનગર 90, ગાંધીનગર 79, મહેસાણા 66, જૂનાગઢ 43, કચ્છ 38, મહિસાગર 37, પંચમહાલ 33, ખેડા 32, મોરબી 31, દાહોદ 29, બનાસકાંઠા 26, ભરૂચ 22, અમરેલી 20, આણંદ - નર્મદા - સાબરકાંઠા - વલસાડ 19, નવસારી 15, દેવભૂમિ દ્વારકા 14, ગીર સોમનાથ 13, સુરેન્દ્રનગર 11, બોટાદ 9, તાપી 5, અરવલ્લી-છોટા ઉદેપુર-ડાંગ 3, પોરબંદર 2.


Related News

Loading...
Advertisement