પુત્રના લગ્નને લઇને સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા Fake ન્યૂઝ પર મુખ્યમંત્રી રૂપાણીની સ્પષ્ટતા

07 April 2021 07:56 PM
Gujarat
  • પુત્રના લગ્નને લઇને સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા Fake ન્યૂઝ પર મુખ્યમંત્રી રૂપાણીની સ્પષ્ટતા
  • પુત્રના લગ્નને લઇને સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા Fake ન્યૂઝ પર મુખ્યમંત્રી રૂપાણીની સ્પષ્ટતા
  • પુત્રના લગ્નને લઇને સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા Fake ન્યૂઝ પર મુખ્યમંત્રી રૂપાણીની સ્પષ્ટતા

CM વિજયભાઈએ કહ્યું- મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી, અત્યારે મારૂં અને મારી સરકારનું એકમાત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે

રાજકોટઃ
મંગળવારે ગુજરાત હાઇકોર્ટે કોરોના સંક્રમણ વધતા રુપાણી સરકારને ટકોર કરેલી કે, 3થી 4 દિવસનું કરફ્યુ લગાવવુ જોઇએ. આ માહિતી લોકો સુધી પહોંચતા જ લોકોમાં ફરી લોકડાઉન થશે તેવી ચર્ચા થાવ લાગી હતી અને એક પ્રકારનો ફફડાટ પણ જોવા મળ્યો હતો. બીજી તરફ કોર્ટની ટિપ્પણી બાદ પણ ગુજરાતની રૂપાણી સરકારે લોકડાઉન નથી કર્યું, ફક્ત 20 શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવી દીધું છે. જેને પગલે વિજય રૂપાણીના દીકરાના લગ્ન હોવાથી લોકડાઉન નહિ થાય, તેવા મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. જેના પર મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમના પુત્રના લગ્નનું હાલ કોઈ આયોજન નથી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી માહિતી ફેક ન્યૂઝ છે.

સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીની મજાક થઇ રહી છે કે “કોઇ લોકડાઉન નહીં લાગે મારા છોકરાના લગ્ન છે.” આ પોસ્ટ બહુ વાયરલ થઈ રહી છે. જેના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યુ કે, “મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઇ જ આયોજન, ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઇ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારૂં અને મારી સરકારનું એકમાત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.”


Related News

Loading...
Advertisement