બંગાળમાં મુસ્લિમ યુવકે કાનમાં એવું તો શું કહ્યું કે મોદી સાંભળવા તત્પર થયા?

07 April 2021 05:49 PM
India
  • બંગાળમાં મુસ્લિમ યુવકે કાનમાં એવું તો શું કહ્યું કે મોદી સાંભળવા તત્પર થયા?

કોલકતા તા.7
પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીની એક એવી તસ્વીર બહાર આવી છે. જેમાં એક મુસ્લીમ યુવકના ખભા પર મોદીએ હાથ રાખ્યો છે અને યુવક કાનમાં મોદીને કંઈક કહી રહ્યો છે.

આ બારામાં ખુદ યુવાન એક મુલાકાતમાં જણાવે છે કે મારું નામ જુલ્ફીકાર અલી છે તે કહે છે કે મંત્રી ફિરદાન હકીમ પણ કહે છે કે તે જગ્યા (પોર્ટ વિધાનસભા) ને મીની પાકીસ્તાન સમજે છે. જુલ્ફીકાર કહે છે. અમારા જેવા ભારતીયો જયાં સુધી છે ત્યાં સુધી તેને ન તો બાંગ્લાદેશ કે ન તો પાકિસ્તાન બનવા દઈશું. 3 એપ્રિલે જનસભામાં મેં વિચાર્યુ હતું કે હું એકવાર વડાપ્રધાન મોદીને મળું અને તેને પ્રણામ કરું. હું તેમને ખૂબ જ ફોલો કરું છું.

જુલ્ફીકાર કહે છે કે પીએમ મોદી ગાડીમાં આવી રહ્યા હતા. મેં તેમને સલામ કર્યા, તેમણે પણ એ જ અંદાજમાં સલામ કર્યા. તેઓ ગાડીમાંથી ઉતર્યા અને મારું નામ પૂછયું. મેં કહ્યું જુલ્ફીકાર પણ હેલીકોપ્ટરના તેજ અવાજથી તે સાંભળી નહોતા શકયા. બાદમાં તે મારી નજીક આવ્યા તેમણે મારા ખભે હાથ મુકયો. તેમણે મને પૂછયું. શું બનવા માંગો છો! મેં કહ્યું... હું રાષ્ટ્રહિતમાં કામ કરવા માગું છું ત્યારે વડાપ્રધાને કહેલું આપની સાથે જલ્દી મુલાકાત થશે.


Related News

Loading...
Advertisement