શેરબજારમાં કોરોના કરતા વ્યાજદર નિર્ણયનું જોર: સેન્સેકસમાં 545 પોઈન્ટનો ઉછાળો

07 April 2021 05:47 PM
Business
  • શેરબજારમાં કોરોના કરતા વ્યાજદર નિર્ણયનું જોર: સેન્સેકસમાં 545 પોઈન્ટનો ઉછાળો

વ્યાજદર યથાવત રખાતા બેંક સહીતના ક્ષેત્રોના શેરોમાં સુધારો

રાજકોટ તા.7
મુંબઈ શેરબજારમાં કોરોના ઈફેકટ ગાયબ થઈ ગઈ હોય તેમ આજે બેંક શેરોની આગેવાનીમાં જોરદાર તેજી થઈ હતી. સેન્સેકસમાં 545 પોઈન્ટનો ઉછાળો હતો. શેરબજારમાં આજે ટોન પોઝીટીવ બન્યો હતો. પ્રારંભીક કામકાજમાં રીઝર્વ બેંકે વ્યાજદર યથાવત રાખવામાં આવ્યાની જાહેરાત કરી દેતાં તેજીને ટેકો મળી ગયો હતો.

ફૂગાવો વધતો હોવાથી અને તે વધવાનો પડકાર હોવા છતાં વ્યાજદર યથાવત રાખવાની નીતિને વળગી રહેતા રાહત થઈ હતી. આર્થિક વિકાસદર વિશે આશાવાદી ચિત્ર પેશ કરતા સારી અસર હતી. કોરોના સંક્રમણ તથા વિદેશી સંસ્થાઓની વેચવાલીનો ખચકાટ હતો છતા તેની કોઈ વિપરીત અસર આવી ન હતી. શેરબજારમાં આજે બેંક શેરોમાં તેજીની આગેવાની લીધી હતી.

સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંક, કોટક બેંક, વગેરે ઉંચકાયા હતા એશીયન પેઈન્ટસ, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, ડો.રેડ્ડી, ઈન્ફોસીસ, મારૂતી, નેસલે, રીલાયન્સ, પાવરગ્રીડ, કેએસડબલ્યુ સ્ટીલ ઉંચકાયા હતા. ટાઈટન, હિન્દ લીવર, ટાટા કન્ઝયુમર્સ, અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઈઝમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારમાં સેન્સીટીવ ઈન્ડેકસ 545 પોઈન્ટના ઉછાળાથી 49746 હતો તે ઉંચામાં 49900 તથા નીચામાં 49093 હતો.નિફટી 155 પોઈન્ટના ઉછાળાથી 14838 હતો.


Related News

Loading...
Advertisement