છતીસગઢ હુમલામાં લાપતા કમાન્ડર નકસલવાદીઓના કબ્જામાં: તસ્વીર મોકલી

07 April 2021 05:45 PM
India
  • છતીસગઢ હુમલામાં લાપતા કમાન્ડર નકસલવાદીઓના કબ્જામાં: તસ્વીર મોકલી

કમાન્ડરને છોડાવવા પરિવારજનોના સડક પર ધરણા

રાયપુર તા.7
છતીસગઢની વીજાપુર-સુકમા બોર્ડર પર 3 એપ્રિલનાં રોજ નકસલવાદીઓએ હુમલામાં 22 જવાનો શહીદ હતા સાથે 31ને ઈજા અને એક કમાન્ડર ગુમ થયા હતા જેને નકસલવાદીઓએ બંદી બનાવતા તેને છોડાવવા પરિવારજનોએ સડક પર ધરણા સરકારનું ધ્યાન દોર્યુ છે. નકસલવાદીઓ સાથેની અથડામણમાં કોબરા કમાન્ડો રાકેશ્ર્વરસિંહ મનહાસ ગુમ થયા હતા. ત્યારબાદ નકસલવાદીઓએ તસ્વીર સાથે પોતાના કબ્જામાં હોવાની જાહેરાત કરી છે. કમાન્ડો રાકેશ્ર્વરસિંહની પત્ની-માતા અને પરિવારજનો સરકાર સમક્ષ માંગણી કરી તુરત જ છોડાવવા માંગણી કરી છે.


Related News

Loading...
Advertisement