કોરોનાની કરુણતા: પહેલા બેડ માટે લાઈન પછી રેમડેસીવીર માટે દૌટ અને છેલ્લે મૃતદેહો પણ કતારમાં

07 April 2021 05:45 PM
Rajkot
  • કોરોનાની કરુણતા: પહેલા બેડ માટે લાઈન પછી રેમડેસીવીર માટે દૌટ અને છેલ્લે મૃતદેહો પણ કતારમાં

રાજકોટ, અમદાવાદ, સુરતમાં દયનીય સ્થિતિ: સરકાર દરેક આંકડા છુપાવીને વાસ્તવિકતાથી ભાગે છે

રાજકોટ: કોરોનાએ એક તરફ સંક્રમીત દર્દીઓની હોસ્પીટલ પણ ભરચકક થવા લાગી છે તો બીજી તરફ મૃત્યુ પણ કુદકે ભૂસકે વધતા સ્મશાનની અંતિમ વિધિમાં પણ મૃતદેહો કતારમાં છે. આ ઉપરાંત કોરોના સંક્રમણમાં રામબાણ ઈલાજ ગણાતા રેમડેસીવીર ઈન્જેકશન માટે પણ લાઈન લાગી છે અને અનેક લોકો રાજકોટ-સુરતથી છેક અમદાવાદ આ ઈન્જેકશન લેવા દોડે છે.

રાજયમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની છે. આ ઈન્જેકશનની કિંમતમાં અમદાવાદમાં ઝાયડસના ફાર્મસી સ્ટોર્સમાં ફકત 899માં મળે છે અને તેથી અહી ઈન્જેકશન લેવા લાઈન લાગે છે તથા લોકો રાત્રીના પણ લાઈનમાં ઉભા રહે છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં હોસ્પીટલના બેડ ખૂટવા લાગતા હવે કોરોનાગ્રસ્તને સારવાર માટે લાઈન લગાવવી પડે છે. રાજય સરકાર સંક્રમણ અને મોત બન્નેના આંકડા છુપાવે છે

પણ હોસ્પીટલથી લઈને સ્મશાનઘરમાં વાસ્તવિકતા બહાર આવી જાય છે. સુરતના પ્રશ્નથી કુમાર સ્મશાન ઘરમાં 22 મૃતદેહોને એક શેડમાં રાખવા પડયા છે અને વેઈટીંગમાં છે. આમ કોરોનાથી અત્યંત દયનીય સ્થિતિ બની રહી છે. તમામ મોટા શહેરોમાં દર બે-ત્રણ મિનીટે એક એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીને લઈ જતી જોવા મળે છે તો મૃત્યુ પાછળ લોકોના મૃતદેહ ગુપચુપ સ્મશાને મોકલી દેવામાં આવે છે અને હજું આ સ્થિતિ વધુ ગંભીર બનશે તેવા સંકેત છે.


Related News

Loading...
Advertisement