બાઇકમાં ફેન્સી નંબર પ્લેટ રાખનારબે પોલીસ જવાનોને રૂા.500નો દંડ ફટકારાયો

07 April 2021 05:43 PM
Rajkot Crime
  • બાઇકમાં ફેન્સી નંબર પ્લેટ રાખનારબે પોલીસ જવાનોને રૂા.500નો દંડ ફટકારાયો

પોલીસ એરોડ્રામના ગાર્ડન પાસે દંડની કાર્યવાહી કરતી હતી ત્યારે કોન્સ્ટેબલનાં બાઇકમાં જ નિયમ મુજબની નંબર પ્લેટ ન હોવાનો વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરાઇ

રાજકોટ તા.7
શહેરના જામનગર રોડ પર એરોડ્રામના બગીચા પાસે દંડ ઉઘરાવવા ઉભેલા પોલીસ કર્મચારીઓના બે બાઇકમાં જ ફેન્સી નંબર પ્લેટ હોવાનો વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ બે પોલીસ કોન્સ્ટેબલને રૂા.500-500નો દંડ કરવામાં આવ્યો હતો. વિડીયોમાં જોવા મળ્યા મુજબ નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરી હતી ત્યારે એક વાહન ચાલક પાસે ફેન્સી નંબર પ્લેટનો દંડ લેવાયો હતો. ત્યાં જ તે વાહન ચાલકની નજર પોલીસ કર્મચારીઓના ત્રણ બાઇક પર પડી હતી. જેમાં એકમાં નંબર પ્લેટ નહોતી જયારે બીજા બે બાઇકમાં ફેન્સી નંબર પ્લેટ હતી. જેનો વિડીયો ઉતારી તે વાહન ચાલકે વાયરલ કરતા નંબર પ્લેટ ન હતી તે બાઇક નવુ હોવાથી તેનો દંડ નહોતો લેવાયો પરંતુ અન્ય બે બાઇક જે કોન્સ્ટેબલના હતા તેમની પાસેથી રૂા.500-500નો દંડ સ્થળ પર જ વસુલ કરાયો હતો. તેમ ટ્રાફીક એસીપી ચાવડાએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement