બ્રાઝીલમાં કોરોના વેકિસનની પ્રાથમિક યાદીમાં સમાવવા સેકસ વર્કર્સના ધરણા

07 April 2021 05:39 PM
World
  • બ્રાઝીલમાં કોરોના વેકિસનની પ્રાથમિક યાદીમાં સમાવવા સેકસ વર્કર્સના ધરણા

અમે પણ ફ્રન્ટલાઈન વર્કર્સ:અનેકના સંપર્કમાં આવી જીવને જોખમમાં મુકીએ છીએ: સેકસ વર્કસે

બેલોહોરીજોટે (બ્રાઝીલ) તા.7
છેલ્લા એક સપ્તાહથી અહી વેશ્યાઓ ધરણા પર બેસી પ્રદર્શન કરી રહી છે તેમની માંગ છે કે કોરોના વેકિસનની પ્રાથમીક યાદીમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવે અમે પણ ફ્રન્ટલાઈન વર્કર્સ છીએ. મહામારી દ્રમ્યાન આ મહિલાઓએ પણ અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડયો હતો. મિનાસ ગેરેસ રાજયનાં વેશ્યાઓના સંઘની અધ્યક્ષ સીડા વિએરાએ જણાવ્યું હતું કે અમે ફ્રન્ટ લાઈનમાં ઉભા છીએ અમે પણ ફ્રન્ટ લાઈન વર્કર્સ છીએ અને અમે પણ અર્થ વ્યવસ્થા ચલાવીએ છીએ. ધરણા પર બેઠેલી એક વેશ્યાએ જણાવ્યુ હતું કે અમે પ્રાથમિક સમુહનો એક ભાગ છીએ કારણ કે અમે દરરોજ અલગ-અલગ લોકોના સંપર્કમાં આવીએ છીએ અને અમારા જીવનને જોખમમાં નાખીએ છીએ.


Related News

Loading...
Advertisement