જંકશન પાસે બેભાન હાલતમાં અજાણી વૃઘ્ધાનું મોત

07 April 2021 05:38 PM
Rajkot
  • જંકશન પાસે બેભાન હાલતમાં અજાણી વૃઘ્ધાનું મોત

રાજકોટ તા.7
જંકશન મેઇન રોડ નાગરીક બેંક પાસે એક અજાણી સ્ત્રી (ઉ.વ.65) બેભાન હાલતમાં પડી હોવાની જાણ થતાં 108ના ઇએમટીએ વૃઘ્ધાને મૃત જાહેર કર્યા હતાં. આ અંગે પ્ર.નગર પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ વી.બી.રાજપુત સહિતનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી. તેમજ મૃતકનાં વાલી વારસની શોધખોળ આદરી છે. ઉપરોકત તસવીરમાં દેખાતી વૃઘ્ધા વિશે કોઇને માહિતી મળે તો પ્ર.નગર પોલીસ મથકનાં નંબર (0281-24460પપ)માં સંપર્ક કરવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement