રાત્રી કફર્યુના વધારાયેલા સમયગાળા અંગે વિવિધ એસો.ના હોદેદારો શું કહે છે ?

07 April 2021 05:35 PM
Rajkot
  • રાત્રી કફર્યુના વધારાયેલા સમયગાળા અંગે વિવિધ એસો.ના હોદેદારો શું કહે છે ?

કોરોનાના ફુંફાડાના પગલે લોકડાઉન આવી પડશે તો વેપાર-ધંધામાં થશે મોટુ નુકસાન

રાજકોટ તા. 7 : કોરોના વાયરસની મહામારી વકરવાના પગલે રાજય સરકાર દ્વારા રાજકોટ સહીત રાજયના ર0 મહાનગરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધીના રાત્રી કફર્યુ જીકી દેવામાં આવેલ છે. રાજકોટમાં અગાઉ રાત્રીના 9 વાગ્યાથી રાત્રી કફર્યુ લાગતો હતો. જેના બદલે રાત્રીના કફર્યુનો સમયગાળો એક કલાક વહેલા કરવામાં આવતા વેપારીઓના ધંધા-રોજગાર પર તેની અસર પડશે તે નિશ્ચિત છે. આ અંગે રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ હસુભાઇ ભગદેવે જણાવ્યુ હતુ કે કોરોનાના કેસોમાં જો હજુ પણ વધારો થશે તો સ્વયંભુ લોકડાઉન કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ એસો.ના સદસ્યો દ્વારા રાત્રી કફર્યુના કારણે હવે સાંજના 6 વાગ્યા સુધીજ બુકીંગ લેશે.


લાખાજીરાજ વેપારી એસો.ના પ્રમુખ મહેશ મહેતાએ જણાવ્યુ હતુ કે રાત્રી કફર્યુનો સમયગાળો વધારાતા તેઓ હવે દુકાનો સવારના 9 કલાકે શરુ કરી દેશે. જેથી ધંધા રોજગાર કરવાનો સમયગાળો પુરતો મળી રહેશે. આવી જ રીતે રાજકોટ સીલ્વર એસો.ના મંત્રી નટુભાઇએ જણાવ્યુ હતુ કે તેઓના એસો.ના સદસ્યો દ્વારા બપોરના સમયગાળામાં પણ દુકાનો શરુ રખાશે. સ્ટેશનરી પેપર એસો.ના ચંદ્રકાંતભાઇએ જણાવ્યુ હતુ કે અત્યારે તેઓના વેપાર-ધંધામાં સીઝન ચાલી રહી છે. બે દીવસનું લોકડાઉન આવે તો વેપાર ધંધામાં નુકશાની સહન કરવી પડશે.


Related News

Loading...
Advertisement