ઇન્દોરમાં બે પોલીસમેનોએ ‘માસ્ક’ મુદે શિક્ષા ચાલકને ક્રુરતાપૂર્વક માર માર્યો !

07 April 2021 05:35 PM
India
  • ઇન્દોરમાં બે પોલીસમેનોએ ‘માસ્ક’ મુદે શિક્ષા ચાલકને ક્રુરતાપૂર્વક માર માર્યો !

માસ્ક મુદે ફરી પોલીસ દ્વારા ‘મોર બોલાવવા’નું શરૂ : વિડીયો વાયરલ થતા એસ.પી. એ બન્ને પોલીસમેનોને સસ્પેન્ડ કરી દીધા

ઇન્દોર તા. 7 : સમગ્ર દેશમાં હાલ વધતા જતા કોરોના સંક્રમણનાં પગલે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અંગે તંત્ર કડક બન્યુ છે અને ખાસ કરીને માસ્કનાં મુદે ફરી પોલીસ દ્વારા ‘મોર બોલાવા’નું શરુ કરી દેવાયુ હોવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. આવીજ એક ઘટના એમ.પી.નાં ઇન્દોર ખાતેથી સામે આવી છે. ઇન્દોરનાં બે પોલીસમેનો એક ઓટો ચાલકને ક્રુરતાપુર્વક પિટતા હોવાનો વિડીયો વાઇરલ થયો છે. પોલીસ ઉપર આરોપ છે કે રિક્ષા ચાલક પાસે માસ્ક ન હોવાનાં કારણે ગઇકાલે ઇન્દોરનાં ફિરોજ ગાંધીનગરમાં પોલીસ દ્વારા માર મારવામાં આવેલ હતો. વાયરલ વિડીયોમાં બે પોલીસમેન ભરબપોરે રસ્તા ઉપર એક વ્યકિતને માર મારતા દેખાય છે. તેમની પાસે જ ઉભેલો રીક્ષા ચાલકનો પુત્ર પોલીસને તેના પિતાને માર ન મારવા વિનંતી કરતો દેખાય છે. દરમ્યાન આ વાયરલ વિડીયોનાં પગલે ઇન્દોર એસ.પી. આશુતોષ બાગરી એ જણાવેલ હતું કે બન્ને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.


Related News

Loading...
Advertisement