પગાર મેળવનાર સિપાહીને શહીદનો દરજજો કેમ?: સવાલ ઉઠાવનાર લેખિકાની ધરપકડ

07 April 2021 05:34 PM
India
  • પગાર મેળવનાર સિપાહીને શહીદનો દરજજો કેમ?: સવાલ ઉઠાવનાર લેખિકાની ધરપકડ

અસમિયા લેખિકાએ છતીસગઢમાં નકસલી હુમલામાં શહીદ જવાનો મામલે સવાલ ઉઠાવતા ફરિયાદ થઈ

ગુવાહાટી તા.7
છતીસગઢમાં નકસલી હુમલામાં શહીદ થયેલા 22 જવાનોને લઈને વિવાદાસ્પદ પોસ્ટ લખનાર ગુવાહાટીની એક લેખિકાની રાષ્ટ્રદ્રોહના આરોપમાં ધરપકડ કરાઈ છે. આ લેખિકાએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે પગાર મેળવનાર સિપાહીઓને શહીદનો દરજજો કેમ? આરોપી શિખા શર્માની આ પોસ્ટ પર હડકંપ મચી ગયો હતો. શિખા શર્માએ એવો તર્ક કર્યો હતો કે જો વીજળી વિભાગમાં કામ કરનાર કર્મચારીની જો વિજળીના આંચકાથી મૃત્યુ થાય તો તેને કેમ શહીદનો દરજજો નથી મળતો? શિખાની આ પોસ્ટ બાદ સોશ્યલ મીડીયામાં રોષ પ્રગટ થયો હતો. ગુવાહાટી હાઈકોર્ટના જજ ઉમી દેકા બારુઆ અને કંઠના સ્વામીએ લેખિકા સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. લેખિકા સામે રાષ્ટ્રદ્રોહની ધારા મુજબ ફરિયાદ દાખલ કરાઈ છે. લેખિકા ઓલ ઈન્ડીયા રેડીયો દિબ્રૂગઢમાં કલાકાર તરીકે કામ કરે છે.


Related News

Loading...
Advertisement