ભરણપોષણના ગુન્હામાં પતિને સવા પાંચ માસની સજા

07 April 2021 05:31 PM
Rajkot
  • ભરણપોષણના ગુન્હામાં પતિને સવા પાંચ માસની સજા

રાજકોટ તા. 7 : પત્નીને ભરણપોષણની રકમ નહી ચુકવનાર પતિને 5 માસ 15 દિવસની જેલની સજા ફેમીલી કોર્ટે ફરમાવી છે. કેસની હકીકત મુજબ શહેરમાં રહેતા અરજદાર જયશ્રીબેન પરબતભાઇ ભડાણીયાએ પોતાના પતી પરબતભાઇ વેલાભાઇ ભડાણીયા (રહે. મું. વડોદ, તા. જસદણ હાલ. સેન્ટ્રલ જેલ, રાજકોટ) વીરુધ્ધ ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટએ અરજદારની અરજી મંજુર કરી અરજદાર જયશ્રીબેનને માસીક રૂ.3000, ઉર્મિલા, વિજય અને કમલેશને રૂ.1પ00-1પ00 મળી કુલ ભરણપોષણ પેટે રૂ.7પ00 ચુકવવા તેવો હુકમ કરેલો હતો. જે હુકમનુ પતિ પાલન કરતા ન હોય તેથી અરજદારે તેમના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત કુલ 11 માસની ચડત ભરણોષણની રકમ રૂ.8રપ00 મેળવવા રાજકોટની ફેમીલી કોર્ટમાં અરજી કરેલી હતી. કોર્ટે પતિ વીરુધ્ધ નોટીસ ઇસ્યુ કરેલ જે નોટીસની બજવણી યોગ્ય રીતે થઇ ગયેલ હોય જેથી કોર્ટ સમક્ષ મુદત હરોળમાં હાજર રહેતા બાકી રકમ કોર્ટએ ભરપાઇ કરવાનુ કહેતા રકમ ભરપાઇ કરવાની ના પાડેલ જેથી કોર્ટએ તેમને જયુડીસીયલ કસ્ટડીમાં લીધેલ તેમજ અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાએ ધારદાર દલીલો કરેલ જેલ સજા કરવા કોર્ટને જણાવેલ હોય આથી અદાલતે પતિ ને 5 માસ અને 15 દિવસની સાદી જેલ સજા કરવાનો હુકમ કરેલ હોય આથી પરબતભાઇની કોર્ટમાંથી ધરપકડ કરી તાત્કાલીક જેલ હવાલે કરવાનો હુકમ કરેલો હતો. અરજદાર જયશ્રીબને ભડાણીયા તરફે વિદ્ધાન ધારાશાસ્ત્રી પી એન્ડ આર લો ચેમ્બરના અલ્પેશ પોકીયા, અમીત ગડારા, વંદના રાજયગુરુ, મૃગ પરેશ, ભાર્ગવ પંડયા, કેતન સાવલીયા, રીતેષ ટોપીયા વીગેરે રોકાયા હતા.


Related News

Loading...
Advertisement