એટ્રોસીટીના ગુન્હામાં બે મહિલા સહિત ત્રણ નિર્દોષ

07 April 2021 05:29 PM
Rajkot
  • એટ્રોસીટીના ગુન્હામાં બે મહિલા સહિત ત્રણ નિર્દોષ

નામચીન રમેશ રાણાએ કરેલી ફરિયાદનો ખાર રાખી તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

રાજકોટ તા.7
પડધરીના અમરેલીમાં ગાળગાળી કરી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના ગુનામાં સંડોવાયેલા બે મહિલા સહિત ત્રણને અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસની હકિકત મુજબ પડધરીના અમરેલમીમાં રહેતા નામચીન રમેશ રાણા મકવાણાએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી નામચીન રમેશ મકવાણાના પિતા રાણાભાઇ ડોસાભાઇ મકવાણાને કાંતાબેન પાંચાભાઇ ટીંબડીયા, જોસનાબેન વિપુલભાઇ ટીંબડીયા અને રાજેશ પાંચાભાઇ ટીંબડીયાએ દાતરડુ અને ખરપીયો ધારણ કરી બેફામ ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની રાણાભાઇ મકવાણાએ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાી હતી. જેમાં એસસીએસટી સેલના ડીવાયએસીપીએ તપાસના અંતે સ્પેશ્યલ કોર્ટમાં આરોપીઓ વિરૂઘ્ધ ચાર્જશીટ રજૂ કરતા કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષોની રજુઆતો અને દલીલોને ઘ્યાને લઇ બે મહિલા સહિત ત્રણેયને નિર્દોષ મુકત કરવા કોર્ટે હુકમ કર્યો છે. ઉપરોકત કેસ ચાલી જતા આરોપીઓના એડવોકેટ સુરેશ ફળદુએ એવી રજુઆત કરેલ કે, કેસ ફરીયાદીની જુબાની આધારીત છે, તમામ સાહેદોના કેસમાં મેજર વિરોધાભાષ છે, બનાવની હકીકતોને સમર્થન આપતો કોઇ સ્વતંત્ર પુરાવો નથી, ફરીયાદ પક્ષને અમરેલી ગામમાં પટેલો સાથે વર્ષોથી મનદુ:ખ ચાલતુ આવતું હોવાનું અને તેના કારણે અનેકવાર ફરીયાદપક્ષે તેના જ ગામના પટેલ લોકો વિરૂદ્ધ એટ્રોસીટીની ફરીયાદો કરેલનું રેકર્ડ પર આવેલ છે એવું પણ રેકર્ડ પર આવેલ છે કે ફરીયાદીનું મકાન ગ્રામ પંચાયતની જગ્યામાં હોવાથી પંચાયતની જગ્યા ખુલી કરવા અગાઉના સરપંચ આંબાભાઇ વડોદરીયાએ કાર્યવાહી હાથ ધરતા તેની તથા તેના સમર્થકો સાથે દુશ્મનાવટ ચાલી આવે છે, ફરીયાદ મોડી છે તેનો ખુલાસો નથી આરોપીઓ સામેનું તહોમત શંકાથી પર પુરવાર થયેલ ન હોય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા કરેલ રજુઆતો સામે સરકાર તરફે તથા મુળ ફરીયાદપક્ષે સખ્તાઇથી વિરો કરવામાં આવેલ હતો.આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ તરીકે સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી અને મંથન વિરડીયા રોકાયા હતા.


Related News

Loading...
Advertisement