શહેરમાં હવામાં ભેજ વધતા ગરમીમાં આંશિક ઘટાડો: બપારે 38.4 ડીગ્રી તાપમાન

07 April 2021 05:28 PM
Rajkot
  • શહેરમાં હવામાં ભેજ વધતા ગરમીમાં આંશિક ઘટાડો: બપારે 38.4 ડીગ્રી તાપમાન

સવારે હવામાં ભેજ 80 ટકા નોંધાતા ગરમીમાં રાહત

રાજકોટ તા.7
રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી આકરો તાપ પડયા બાદ આજે બપોરે ગરમીમાં આંશિક રાહત રહેવા પામી હતી. આજે બપોરે 2.30 કલાકે રાજકોટનું તાપમાન 38.4 ડીગ્રી નોંધાવા પામ્યું હતું. જયારે, હવામાં ભેજ 18 ટકા અને પવનની ઝડપ 12 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. આ ઉપરાંત આજે સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન 25 ડીગ્રી નોંધાયુ હતું અને 25 ડીગ્રી નોંધાયુ હતું. અને લઘુતમ તાપમાન 22.3 ડીગ્રી નોંધાયુ હતું. જયારે હવામાં ભેજ 80 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 10 કી.મી. નોંધાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ભાગોમાં ગઈકાલે કાળઝાળ ગરમીનો અહેસાસ થયો હતો. અનેક સ્થળોએ મહતમ તાપમાન 40થી41 ડીગ્રી વચ્ચે નોંધાયું હતું. જો કે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ગરમીમાં રાહત રહેવા પામી હતી. રાજકોટમાં ગઈકાલે મહતમ તાપમાન 41.5 ડીગ્રી નોંધાયુ હતું. આથી નગરજનો આકરા તાપમાં રોકાયા હતા. જો કે આજે બપોરે ગરમીમાં આંશિક રાહત થઈ હતી.


Related News

Loading...
Advertisement