મુંબઈ તા.7
બોલીવુડમાં કોરોનાનો કહેર શમ્યો નથી. આજે વધુ એક એકટે્રસ નીકિતા દતા કોરોનાગ્રસ્ત બની છે. તે પહેલા અભિનેત્રી કેટરીના કેફ પણ કોરોનાની ઝપટમાં આવી હતી.નિકિતા દતાએ ફિલ્મ કબીરસિંહમાં જીયા શર્માનું પાત્ર ભજવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે બોલીવુડની અન્ય હસ્તીઓ અક્ષયકુમાર, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ તાજેતરમાં જ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા.અક્ષયકુમારને મુંબઈની હીરા નંદાની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેની જાણકારી બાદ અક્ષયે સોશ્યલ મિડિયામાં આપી હતી અને લખ્યુ હતું કે આપની પ્રાર્થનાઓની અસર દેખાઈ રહી છે. મને સારૂ લાગે છે.જલદી ઘેર પાછો ફરીશ.