મુખ્યમંત્રીના પીઆરઓ તથા સુરક્ષા ટીમના ડીવાયએસપી અને ડ્રાઈવર કોરોનાગ્રસ્ત

07 April 2021 05:09 PM
Rajkot
  • મુખ્યમંત્રીના પીઆરઓ તથા સુરક્ષા ટીમના ડીવાયએસપી અને ડ્રાઈવર કોરોનાગ્રસ્ત

માહિતીમાં ફરજ બજાવતા ઉદય વૈષ્ણવ પોઝીટીવ

રાજકોટ: કોરોના સંક્રમણ હવે મુખ્યમંત્રી કાર્યાલય અને સીએમના બંગલા સુધી પણ પહોંચી ગયું છે. મુખ્યમંત્રીના બે પીએ સંક્રમીત થયા બાદ સ્વણર્ક્ષમ સંકુલ 1માં સીએમ કચેરીના કર્મચારીઓ પણ પોઝીટીવ જાહેર થયા હતા તો હવે મુખ્યમંત્રીના પીઆરઓ તથા માહિતીખાતાના નાયબ નિયામક ઉદય વૈષ્ણવ પણ પોઝીટીવ થતા તેની આસપાસના લોકોની ચિંતા વધી ગઈ છે તો મુખ્યમંત્રીની સુરક્ષાનો હવાલો સંભાળતા ડીવાયએસપી કક્ષાના એક પોલીસ અધિકારી તથા તેમના ડ્રાઈવર પણ પોઝીટીવ જાહેર થયા છે અને આ તમામ હોમ કોરન્ટાઈન છે. ગઈકાલે સીએમ ફેમીલીના પાંચ સભ્યો પણ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા.


Related News

Loading...
Advertisement