રીઝર્વ બેન્ક પણ સાવધ: વ્યાજદર યથાવત રાખ્યા

07 April 2021 05:05 PM
Business
  • રીઝર્વ બેન્ક પણ સાવધ: વ્યાજદર યથાવત રાખ્યા

કોરોના કેસ અને ફુગાવો બન્ને વધી રહ્યા છે: શક્તિકાંતા દાસ : રેપોરેટ 4% રીવર્સ રેપોરેટ 3.35% અને જીડીપી અંદાજે 10.5% યથાવત રાખ્યા: ધિરાણ થોડું મોંઘુ થવાની શકયતા

મુંબઈ: દેશમાં કોરોનાની સતત ખરાબ બનતી જતી પરિસ્થિતિ અને હવે તેની અર્થતંત્ર પર થઈ શકાતી અસર તથા ફુગાવાની ચિંતા આ તમામને ધ્યાનમાં લઈને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ વધુ એક વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસના અધ્યક્ષપદ હેઠળ બેન્કની મોનેટરી પોલીસીથી બે દિવસ ચાલેલી બેઠકમાં અંતે શ્રી દાસે જાહેર કર્યુ કે નવી નીતિમાં વ્યાજદર સહિતના તમામ પેરામીટર યથાવત રાખવામાં આવ્યા છે. રીઝર્વ બેન્કનો આ નિર્ણય અપેક્ષિત જ હતો. દેશમાં ફુગાવાની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે અને હવે કોરોનાની સ્થિતિ પણ ગંભીર છે. રીઝર્વ બેન્કે 2021-22માં જીડીપી 10.5% રહેવાના તેના અગાઉના અંદાજને યથાવત રાખ્યા છે. ફુગાવો 5% કે તેની આસપાસ રહેશે જેથી હાલ રેપોરેટ 4% અને રીવર્સ રેપોરેટ 3.35% એ યથાવત રહ્યો છે. રીઝર્વ બેન્કના આ નિર્ણયથી હવે બેન્કો પણ હાલ તેના વ્યાજદર હાલ યથાવત રાખશે. જો કે અનેક બેન્કોએ હોમલોનના દર થોડા વધાર્યા છે અથવા તો માર્ચ માસમાં જે ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તે પરત ખેંચીને હોમલોન થોડી મોંઘી બની છે અને હવે આગામી બે માસ પછી રીઝર્વ બેન્ક વધુ નિર્ણય લેશે.


Related News

Loading...
Advertisement