અમદાવાદમાં કફર્યુના સમયમાં વધારા થયા બાદ નોકરી ગુમાવી રાજકોટમાં નોકરી મળી તો અહીંયા પણ એ જ હાલ:યુવાને જીવ દીધો

07 April 2021 04:50 PM
Ahmedabad
  • અમદાવાદમાં કફર્યુના સમયમાં વધારા થયા બાદ નોકરી ગુમાવી રાજકોટમાં નોકરી મળી તો અહીંયા પણ એ જ હાલ:યુવાને જીવ દીધો

’હું સારો દીકરો બની ના શક્યો’સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ:સ્પષ્ટ કારણ જાણવા તજવીજ:રાત્રીના ગળાફાંસો ખાઈ પગલું ભર્યું : મૂળ સુરેન્દ્રનગરનો યુવાન ફઇના દીકરા સાથે યુનિવર્સિટી રોડ પર પેરમાઉન્ટ પાર્કમાં એક માસથી રૂમ ભાડે રાખી રાજકોટમાં જ નોકરી કરતો’તો

રાજકોટ,તા.7
શહેરના યુનિવર્સિટી રોડ પર પેરમાઉન્ટ પાર્ક શેરી નંબર.3 માં ’હાર્દિક ’ મકાનમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના યુવાને સ્યુસાઇડ નોટમાં ’હું સારો દીકરો ના બની શક્યો’ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.યુનિવર્સિટી પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.


બનાવની વિગતો મુજબ, યુનિવર્સિટી રોડ પર પેરમાઉન્ટ પાર્ક શેરી નંબર 03 માં ’હાર્દિક ’ મકાનમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના હર્ષદ જગદીશભાઈ કનોજીયા (ઉ.વ.25) નામના યુવાને સ્યુસાઇડ નોટ લખ્યા બાદ રૂમની છતમાં હુકની અંદર દોરડું બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.બનાવ અંગે પાડોશી ભાવિક સોલંકીએ જાણ કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.ઝાલા ઘટના સ્થળ પર દોડી ગયા હતા. મૃતદેહને 108 મારફતે નીચે ઉતારી પી.એમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.મરણજનાર યુવકની સ્યુસાઇડ નોટ કબ્જે કરી તેમના પરિવારજનોને જાણ કરી હતી.


’હું જીવનથી કંટાળી ગયો છું,હું સારો દીકરો બની નહીં શકું’નું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરી જીવન ટૂંકાવી લીધું હતું.આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ કે.કે.ઝાલા સહિતના સ્ટાફે કાગળો કરી કાર્યવાહી કરી હતી તેમજ મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી.હર્ષદ એક માસથી જ રાજકોટ આવી ફઇના દીકરા નરસી સાથે રૂમ ભાડે રાખી રહેતા હતી.અને હર્ષદ રાજકોટમાં જ નોકરી કરતો હતો.


આ મામલે વધુમાં જાણવા મળ્યું હતું કે,હર્ષદ આ પહેલા અમદાવાદ નોકરી કરતો હતો ત્યાં કોરોનાના કેસ વધતા કરફ્યૂ લાદવામાં આવ્યો જેથી નોકરી ગુમાવી પડી હતી અને પોતાના વતન સુરેન્દ્રનગર આવી ગયો હતો ત્યાં પણ ગુમસુમ રહેતો હતો અને એક માસ બાદ ત્યાંથી રાજકોટ રૂમ ભાડે રાખી તેના ફઇના દીકરા સાથે રહેતો હતો અને નોકરી કરતો હતો પરંતુ અહીંયા પણ હવે કરફ્યૂનો સમય વધતા નોકરી ગુમાવવી પડશે તેવા ડરથી પગલું ભરી લીધું હતું.


Loading...
Advertisement